‘ફાલતુ બોલશો તો જીભ કાપી નાખીશ’….

તેલંગણાના મુખ્યમંત્રીએ ભાજપના નેતાઓને આપી ચેતવણી, જાણો શું છે કારણ

તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે રવિવારે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કેન્દ્ર પર રાજ્ય પાસેથી ચોખા ન ખરીદવાનો આરોપ લગાવ્યો. મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકાર પર તેલંગાણા સાથે ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે તેઓ આ મુદ્દે સરકારી અધિકારીઓ સાથે સંપર્કમાં છે પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ સિવાય ચંદ્રશેખર રાવે તેલંગાણાના બીજેપી નેતાઓને ધમકી આપતા કહ્યું કે જો કોઈ તેમના પર બિનજરૂરી ટિપ્પણી કરશે તો તેઓ તેમની ‘જીભ’ કાપી નાખશે.

હૈદરાબાદમા મીડિયા સાથે વાત કરતા ચંદ્રશેખર રાવે જણાવ્યું કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર જુઠું બોલી છે. કાચા તેલની કિંમતો 2014 માં 105 અમેરિકી ડોલર હતી અત્યાર હવે 83 ડોલર છે પરંતુ ભાજપ જનતા સાથે જુઠુ બોલે છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યાં છે.

ખેડૂત આંદોલનને સમર્થન, સરકાર રદ કરે કૃષિ કાયદા-ચંદ્રશેખર રાવ
ખેડૂત આંદોલન પર મોટું નિવેદન આપતા ચંદ્રશેખર રાવે જણાવ્યું કે કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને અમે સમર્થન આપીએ છીએ. કેન્દ્ર સરકારે આ ત્રણ કાયદાને રદ કરવા જોઈએ.

ભાજપ નેતાઓને ચેતવણી આપતા ચંદ્રશેખર રાવે જણાવ્યું કે જો કોઈ નેતાઓએ તેમની પર ફાલતુ ટીપ્પણી કરી તો તેમની જીભ કાપી લેવામાં આવશે. ચંદ્રશેખર મોઘવારીના મુદ્દે પણ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યાં હતા.

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી