UPમાં ચૂંટણી લડવી હોય તો તૈયાર રાખો 11 હજાર…

કોંગ્રેસે સંભવિત ઉમેદવારો માટે જાહેર કરી નવી ફંડ પોલીસી..

શું નોટબંધીને કારણે કોંગ્રેસને ખરેખર અસર થઇ હતી ? આ પ્રશ્ન એટલા માટે ઉદ્ભવી રહ્યો છે. કેમકે, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી પત્ર લેવા માટે કોંગ્રેસના ઉમેદવારોએ પાર્ટીમાં 11 હજાર જમા કરાવવા પડશે. આ જાહેરાતને લઇને યુપી કોંગ્રેસમાં કચવાટ છે. તો બીજી તરફ એવી પણ ચર્ચા છે, કે તેનાથી પાર્ટીને થોડું ગણું ફંડ પણ મળી શકશે. અલબત્ત, કોગ્રેસે આ અગાઉ આવું ક્યારેય પણ કર્યું નથી.

યુપી વિધાનસભાની ચૂંટણીઓ નજીકમાં છે ચૂંટણી પ્રચાર શરૂ થઇ ગયો છે. માયવતી, અખિલેશ યાદવ વગેરે સક્રિય થઇને ચૂંટણી રણનીતિ ઘડી રહ્યા છે. જેમાં કોંગ્રેસે પણ રણનીતિના ભાગરૂપે ઉમેદવારી પત્ર માટે ઇલેક્શન ફંડની જોગવાઇ કરી છે.

 17 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી