રાજકોટ : ‘તારે જો ધંધો કરવો હોય તો 15 લાખ આપવા પડશે, પોલીસ મારુ કંઈ જ બગાડી નહીં શકે…’, ખંડણીખોરની ધમકી

‘સુરેન્દ્રનગરનો PSI મારા સગા છે પોલીસ મારુ કંઈ જ બગાડી શકે નહીં..’

ધોરાજી શહેરમાં વેપારી પાસેથી માલ લેનાર શખ્સ દ્વારા જ રૂપિયા 15 લાખની ખંડણીની માંગ કરી અવારનવાર ધમકીઓ આપતા પોલીસ ફરિયાદ નોંધાતા આરોપીઓને ધોરાજી પોલીસે ઝડપી પાડયા. રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં જમનાવડ રોડ ઉપર રહેતા અને નદી બજાર વિસ્તારમાં કૃણાલ કિરાણા ભંડાર નામે દુકાન ચલાવતા સિંધી વેપારી પ્રકાશ કુમાર લવજીભાઈ સંતવાણી ભાવનાગર કરીએ ધોરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે.

ધોરાજી શહેરમાં પાંચ પીર ની વાડી વિસ્તારમાં રહેતા અને શકિલ પ્રોવિઝન નામની દુકાન ધરાવતા શકિલ મિર છેલ્લા દોઢ વર્ષથી ફરિયાદી પ્રકાશ કુમાર ની પાસે થી અનાજ કરીયાણા નો માલ ખરીદતો હતો. અને ફરિયાદી તથા આરોપી એકબીજાને સારી રીતે ઓળખતા પણ હતા. થોડા દિવસ પહેલા શકીલ મિરે ફરિયાદી પ્રકાશકુમાર સંભવાણી ને ફોન કરી રૂપિયા ૧૫ લાખની ખંડણી માગી હતી. ત્યારબાદ આરોપી શકીલે ફરી બીજા દિવસે ફોન કરી ધમકી આપતા જણાવ્યું કે તારે જો ધંધો કરવો હોય તો ૧૫ લાખ રૂપિયા આપવા પડશે. સુરેન્દ્રનગરનો પી.એસ.આઇ મારા સગા છે પોલીસ મારુ કંઈ જ બગાડી શકે નહીં એવી ફરિયાદ કરતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

પોલીસે હાલ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે જેમાં મુખ્ય આરોપી તરીકે શકીલ મેર જે ધોરાજીના પાંચ પીર ની વાડી પાસે રહી શકે પ્રોવિઝન નામના વ્યાપાર ચલાવી રહ્યો હોય તેમજ એના સાગરીત તરીકે ધોરાજીના જુના કબ્રસ્તાન વિસ્તારમાં રહેતા અનીસશા અનવર શા શાહ મદાર નામના ફકીર શખ્સને ઝડપી પાડયા હતા.

 72 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર