SBIમાં માસમાં 4થી વધુ વખત નાણાં ઉપાડશો તો ચાર્જ લાગશે

મહામારીમાં ગ્રાહકોને વઘુ એક ઝાટકો,1 જુલાઇથી સર્વિસ ચાર્જમાં ફેરફાર

દેશમાં આવતીકાલથી બેન્કના નિયમો ફેરફાર થઈ રહ્યો છે જેમાં ખાસ કરીને દેશની સૌથી મોટી બેંક SBIબેંકના ગ્રાહકો મહિનામાં બેંક માંથી 4 વારથી વધુ વાર રૂપિયા ઉપાડશે તો તેને માટે એડિશનલ ચાર્જ આવતીકાલથી એટલે કે 1 જુલાઈ 2021થી લેવામાં આવશે.

આ ટ્રાન્ઝેક્શનમાં બેંકના એટીએમ પણ સામેલ છે. જો તમે મહિનામાં 4 વારથી વધારે વાર એસબીઆઈની બ્રાન્ચ કે એટીએમથી રૂપિયા કાઢો છો તો તેની પર 15 રુપિયા અને જીએસટીનો ચાર્જ લગાવીને રૂપિયા લેવાશે. દરેક ટ્રાન્ઝેક્શન પર આ ચાર્જ વસૂલવામાં આવશે. આ નિયમ દરેક બ્રાન્ચ માટે લાગુ કરવામાં આવશે.

એટલું જ નહીં એક વર્ષમાં 10 ચેકવાળી એક જ ચેકબુક ફ્રી મળશે તેમજ એકથી વધારે ચેક બુક માટે ચાર્જ વસુલ કરશે. બીએસબીડી ખાતાઓના સર્વિસ ચાર્જમાં એક જુલાઇ, 2021થી ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફાર મુજબ એડિશનલ વેલ્યુ એડેડ સર્વિસીસ માટે 15 રૂપિયાથી 75 રૂપિયા વસૂલ કરવામાં આવશે.

SBIના જણાવ્યા અનુસાર ચારથી વધુ વખત નાણા ઉપાડવા બદલ 15 રૂપિયા(GST અલગ)નો ચાર્જ વસુલ કરવામાં આવશે. બ્રાન્ચ અને એટીએમમાંથી એક મહિનામાં ચારથી વધુ વખત નાણા ઉપાડવા બદલ ચાર્જ વસૂલ કરવામાં આવશે.

 56 ,  1