પંજાબમાં આપની સરકાર બનશે તો વીજળી મફત આપશે: કેજરીવાલ

આપે ગુજરાત બાદ પંજાબમાં આગામી ચૂંટણીને લઈને તૈયારી શરૂ કરી

પંજાબમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેને પગલે આમ આદમી પાર્ટીએ અત્યારથી જ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે જે અંતર્ગત આજે આપના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચંદીગઢ પહોચ્યા છે જ્યાં તેમણે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.

મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો પ્રત્યેક પરિવારને 300 યુનિટ વિજળી મફત આપવામાં આવશે તેમજ લગભગ 80 ટકા લોકોનું વિજળી બિલ શૂન્ય થઈ જશે એટલું જ નહીં દિલ્હીની જેમ પંજાબમાં પણ 24 કલાક વિજળી આપીશું.

વઘુ કહ્યું કે, આજે દેશમાં સૌથી મોંઘી વિજળી પંજાબને મળી રહી છે એ પણ તેવા સમયે જ્યારે પંજાબ પોતે વિજળી ઉત્પન કરી રહ્યું છે. બીજી બાજુ દિલ્હીમાં વિજળીનું ઉત્પન નથી થતી પરંતુ બીજા રાજ્યો પાસેથી ખરીદવી પડી છે તો પણ દિલ્હીમાં વિજળી સસ્તી મળી રહી છે. છેલ્લા એક વર્ષથી આમ આદમી પાર્ટી લોકોને સસ્તી વિજળી માટે પ્રદર્શન કરી છે.

 52 ,  1