ઇડર ફાયર સેફટીને લઈને અપાયેલ નોટીસની અવગણના…

સુરત તક્ષશિલા ના પગલે રાજ્ય ભરમાં આગમચેતીના પગલા લેવાની તાકીદ કરવામાં આવી હતી. અને સરકાર અને તંત્ર તથા લોકો પણ સફાળા ઊંઘમાંથી જગ્યા હોય તેમ ફાયર સેફટીને લઈને જાગૃત બન્યા હતા. પરંતુ આપણા માનનીય મુખ્યમંત્રીએ કહ્યું હતું તેમ લોકોની યાદશક્તિ બહુજ ટૂંકી હોય છે અને સમય સાથે દરેક ઘટના વિસરાઈ જતી હોય છે.

ઇડર ફાયર પ્રોટેક્શન અને ફાયર સેફટી અંતર્ગત રાજ્ય સરકારના ગાઈડ લાઈન પ્રમાણે ઇડરમાં ચકાસણી કરતા કેટલીક જગ્યાઓ પર ક્ષતિ જણાઈ હતી અને થોડા દિવસો અગાઉ નોટીસ આપીને આ એકમોને બંધ કરાયા હતા. પરંતુ સરકારી નોટીસની અવગણના કરી ઇડરમાં ફાયર સેફટી વિનાના એકમો આજે ફરીથી ધમધમી રહ્યા છે.

અગાઉ ઇડર ટીડીઓ દ્વારા પણ ફાયર સેફટી વિનાના એકમો બંધ કરવાની નોટીસ અપાઈ ચુકી છે. પરંતુ નાઘોર તંત્ર હમેશાં ઊંઘમાં જ હોય છે. એમ માનીને તમામ એકમો ફરીથી ચાલુ કરી દેવામાં આવ્યા છે. શું સરકારી તંત્ર તેને બંધ કરાવશે કે પછી તક્ષશિલા કાંડના પુનરાવર્તનની રાહ જોશે…?

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી