કન્સલ્ટીંગ ક્ષેત્રે પણ આઇઆઇએમના વિદ્યાર્થીઓનો દબદબો

બદલાયેલી પરિસ્થિતિમાં હવે કંપનીઓ દ્વારા કન્સલ્ટીંગ માટે મેનેજરોની માંગ વધી

અમદાવાદ સ્થિત જાણિતી મેનેજમેન્ટ સંસ્થા આઇઆઇએમ દ્વારા ઉત્તર્ણીય તથા ઉમેદવારોને એક એક કરોડ રૂપિયા સુધીની જોબ ઓફરો મળે છે. તેવો દેશ-વિદેશની કંપનીઓમાં વિવિધ પદો પર સેવા આપતા હોય છે. પરંતુ કોરોનાકાળ બાદ બદલાયેલી પરિસ્થિતિમાં નાની મોટી કંપનીઓને અસર થઇ છે. તેને પહોંચી વળવા કંપનીઓ દ્વારા હવે આઇઆઇએમ પાસેથી કન્સલ્ટીંગ એટલે કે સલાહ સૂચન, વિચાર વિમર્શ કે પરામર્શની કામગીરી માટે ઉમદેવારોની માંગ વધી છે.

આઇઆઇએમના પ્લેસમેન્ટ કમિટીના અધ્યક્ષના પ્રોફેસર અમિત કરણા જણાવ્યું કે આ વખતે કન્સલ્ટીંગ ક્ષેત્રે માટે 150 વિદ્યાર્થીઓની પસંદી થઇ છે જે અત્યાર સુધીનો સૌથી મોટો જોબ આંકડો છે. 2020માં 138, 2019માં 137, 2018માં 124 અને 217માં 103 છાત્રોને કન્સલ્ટીંગ માટે પસંદ કરવામાં આવ્યા હતા. જો કે કોરોનાકાળમાં આ ડિમાન્ડ વધી છે, અને કન્સલ્ટીંગ માટે વધારે ઓફર થઇ રહી છે.

 29 ,  1