હિંમતનગર: ગેરકાયદેસર ગાંજાનું વેચાણ કરનાર, 899 ગ્રામ ગાંજા સાથે ઝડપાયો

દિવસેને દિવસે આજની યુવા પેથીમાં નશાનું પ્રમાણ વધી રહ્યુ છે. દારૂ, સુધી વાત સમજીએ પણ હવે નવી પેઢી તેનાથી આગળ વધી ગાંજા અને ચરસ જેવા નશીલા પદાર્થો ને રવાડે વળી છે.

આજ રોજ જિલ્લાના વડા મથક ખાતે થી એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટર એમ. ડી.ઉપાધ્યાય તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એન.પરમાર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જે.લકુમ તથા એસ.ઓ.જી.સ્ટાફના એએસઆઈ કૌશિકભાઈ તથા હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ તથા મહેન્‍દ્રસિંહ તથા કાળુભાઇ તથા સુરેખાબેન તથા સીતાબેન તથા પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ તથા વિક્રમસિંહ તથા અપેન્દ્રસિંહ તથા ચંદુભાઈ તથા ભાવેશકુમાર તથા સુલતાનસિંહ વિગેરે…

એસ.ઓ.જી. સ્ટાફના માણસો દ્વારા આજરોજ એસ.ઓ.જી. પો.ઈન્સ. એમ.ડી.ઉપાધ્યાય સાહેબનાઓને ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે વિજયભાઇ દેવાભાઇ સલાટ ઉ.વ.૨૫ રહે.

હિંમતનગર ગિરધરનગર સરકારી વસાહત બ્‍લોક જી માં રેઇડ કરતાં તેના ઘરમાંથી ૮૯૯ ગ્રામ ગાંજો કિ.રૂ.૮૯૯૦/- નો મુદ્દામાલ વગર પાસ પરમીટ નો ગેરકાયદેસર રીતે મળી આવતા કબ્જે કરી હિંમતનગર બી ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એકટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. સાબરકાંઠા એસ.ઓ.જી.ને નાર્કોટીકસનો કેસ શોધી કાઢવામાં વધુ એક સફળતા મળેલ છે.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી