September 25, 2020
September 25, 2020

અમરેલી જિલ્લા સબ જેલમાંથી ગેર કાયદે મોબાઈલ રેકેટનો પર્દાફાશ

મોબાઈલ રેકેટમાં કુલ 12 આરોપીઓ સંડોવાયેલા છે. જેમા 6 આરોપીઓને પોલીસે ઝડપી લીધા

અમરેલી જિલ્લા સબ જેલમાંથી ગેર કાયદે મોબાઈલ રેકેટ નો પર્દાફાશ થયો છે. તેમજ ,જામીન માટે પણ ડુપ્લિકેટ સર્ટીનું મોટું કૌભાંડ ચાલતુ હતું. અમરેલી જેલ માંથી સમગ્ર ગુજરાતમાં આ કૌભાંડ ચાલતુ હતું. જેમાં જેલ માં કેદીઓ પાસે ,ફોન કરી આપવાના પૈસા લેવામાં આવતા હતા.

તો કેદીઓ ને જેલ માંથી બહાર નીકળવા માટે મેડિકલ સર્ટીનો પણ ,ફોનના માધ્યમથી કારોબાર થતો હતો. આ સમગ્ર કૌભાંડમાં L.C.B. ની ટીમે એક ડોકટર સહિત 6 મુખ્ય સૂત્રધાર ખુંખાર આરોપીઓ ને ઝડપી પાડ્યા છે.

અમરેલી જિલ્લાની જેલ અનેક માથાભારે ગુનેગારોએ પોતાનો અડ્ડો બનાવી દીધો છે. પરંતુ હવે અમરેલી પોલીસ દ્વારા જેલમાં ચાલતા અનેક ગોરખધંધાનો પર્દાફાશ કરાયો છે. અમરેલી જિલ્લા જેલના યાર્ડ નંબર 5 માં આવેલી બેરેક ન.9 અને 10 મા માથાભારે કેદીઓ દ્વારા મોટી સંખ્યામાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરી જુદી જુદી જેલમાં વાત કરાતી હતી. આ હકીકતના આધારે અમરેલી એસપીએ એક સીટની રચના કરી અને તમામ તપાસ હાથ ધરી હતી. આ તપાસ માટે ટેકનિકલ સિસ્ટમનો ઉપયોગ કરાયો હતો. જેમાં અમરેલી જિલ્લા જેલમાં યાર્ડ નંબર 5 માં કુલ 40 જેટલા આઇએમઇઆઇ અને 17 જેટલા મોબાઈલ નંબરનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે. વીઆઈપી કેદીઓ મોટાપાયે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. હકીકત સામે આવતા જેલના pco સેન્ટરનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

L.C.B. ને મળેલ બાતમીને આધારે તપાસ કરતાં બેરેક નંબર, 9 તથા 10 ના કેદીઓ જેલમાં અન્ય કેદીઓ પાસેથી જેલની બહારની વ્યક્તિ સાથે, કોલ કરવા માટે, ઊંચા દરે પૈસા મેળવીને રીતસરનું, P.C.O ચલાવતા હતા. ત્યારે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ દ્વારા આ ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓ ની અટકાયત કરીને, ગુન્હાની ઝીણવટ ભરી તપાસ કરવા માં આવી રહી છે.

આ કૌભાંડમાં Lકુલ 12 આરોપીઓ સંડોવાયેલા હોવાનું પોલીસે તપાસમાં ખૂલ્યું છે. જેમા 6 આરોપીઓને પોલીસે જેલમાંથી જ પકડી લીધા છે. આ ઉપરાંત રાજકોટના ડોક્ટર ધીરેન ઘીવાલાને પણ ઝડપી લીધો છે. તો સમગ્ર કૌભાંડમાં હજુ છ આરોપી પકડવાના બાકી છે.

 62 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર