September 26, 2022
September 26, 2022

ગરીબો, મધ્યમ વર્ગ, ખેડૂતો અને સામાજીક ક્ષેત્ર માટે બજેટમાં મહત્વની જાહેરાત

 • પાન કાર્ડ નહીં ધરાવતા કરદાતાઓ આધાર કાર્ડ નંબરની મદદથી આવક વેરા રિટર્ન ભરી શકશે
 • આર્થિક રીતે સદ્ધર NBFCને બેન્કો અને મ્યુચ્યુઅલ ફંડો દ્વારા ધિરાણ મળવવાનું ચાલુ રહેશે
 • પીએસયુ બેન્કોને રૂ. 70 હજાર કરોડનું ધિરાણ અપાશે
 • પ્રાદેશિક કારિગરોને GI પેટન્ટ મેળવવા માટે રચનાત્મક કાર્ય સાથે સંકળાયેલા લોકોને સાથે લાવવા મિશન શરૂ કરાશે.
 • તમામ જિલ્લાઓમાં સ્વ સહાય જૂથો સ્થાપવા દરખાસ્ત, મુદ્રા યોજના હેઠળ દરેક SHGમાં એક મહિલાને 1 લાખ રૂપિયાની લોન અપાશે
 • ભારતીય પાસપોર્ટ ધરાવતા NRIને ભારત પહોંચતા સાથે આધાર કાર્ડ અપાશે, 180 દિવસનો વિલંબ સમાપ્ત થશે
 • સ્ટાર્ટ અપ માટે ટીવી પ્રોગ્રામ શરૂ કરાશે
 • ખેલો ઈન્ડિયા હેઠળ નેશનલ સ્પોર્ટ્સ એજ્યુકેશન બોર્ડની સ્થાપના કરાશે
 • વર્લ્ડ ક્લાસ સંસ્થાઓ માટે રૂ.400 કરોડની જોગવાઈ
 • મહાત્મા ગાંધીના વિચારો યુવાઓ સુધી પહોંચાડવા ગાંધી-પીડિયા વિકસાવાશે
 • નવી શિક્ષણ નીતિ પર વિચારણા : FM
 • 10,000 નવા ખેડીવાડી ઉત્પાદન કેન્દ્ર સ્થાપવામાં આવશે
 • સ્વચ્છ ભારત યોજનાનો વ્યાપ લંબાવીને ગામોમાં સોલીડ વેસ્ટ મેનજેમેન્ટનો તેમાં સમાવેશ કરાશે
 • ‘હર ઘર જલ’ યોજના હેઠળ 2024 સુધીમાં દરેક ઘરમાં નળમાંથી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવશે : સિતારમન
 • ઓક્ટોબર 2014થી અત્યાર સુધીમાં સ્વચ્છ ભાર અભિયાન હેઠળ 9.6 કરોડ શૌચાલયોનું નિર્માણ કરાયું
 • અવકાશ ક્ષેત્રે રહેલી ક્ષમતાને વ્યવસાયિક બનાવવા ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડની સ્થાપના કરાશે
 • 2019-20માં 50 હજાર વધુ કારીગરોને આવરી લેવા 100 નવા ક્લસ્ટર ઊભા કરાશે
 • કૃષિ માળખાકીય ક્ષેત્રે વ્યાપક રોકાણ કરાશે, કૃષિમાં મૂલ્ય વર્ધન માટે ખાનગી ભાગીદારીને સમર્થન અપાશે.
 • પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ પ્લાસ્ટિક વેસ્ટ સહિતના ગ્રીન મટીરિયલના ઉપયોગ દ્વારા 30,000 કિમી રોડનું બાંધકામ કરાયું
 • મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગેપને ભરપાઈ કરવા પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાની દરખાસ્ત
 • પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1.95 કરોડ આવાસોના નિર્માણની દરખાસ્ત : FM
 • જાહેર હિસ્સો 25 ટકાથી વધારીને 35 ટકા કરવા માટે યોગ્ય સમય, સેબીને જાણ કરાઈ છે
 • સિંગલ બ્રાન્ડ રિટેલ ક્ષેત્રે સ્થાનિક રોજગારીના નિયમોમાં રાહત : સિતારમન
 • આરબીઆઈ ડિપોઝિટરી અને સેબી ડિપોઝિટરીના કટ્રેઝરી બિલના તબદીલમાં સરળીકરણ માટે યોગ્ય પગલાં લેવાશે
 • 2022 સુધીમાં ગામડાંના દરેક ઘરમાં વીજ જોડાણ અને ગેસ કનેક્શન હશે
 • મફત LPG યોજના, વીજ જોડાણથી ગ્રામીણ ભારતમાં પરિવર્તન જોવા મળ્યું : સિતારમન
 • 2019-20માં ક્રેડિટ ગેરેન્ટી એન્હાન્સમેન્ટ કોર્પની સ્થાપના કરાશે
 • શેરબજારમાં રોકાણ માટે NRI પોર્ટફોલિયો રૂટને FPI સાથે ભેળવી દેવાશે
 • સામાજીક સંસ્થાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ માટે ઈલેક્ટ્રોનિક ફંડ એકત્રિકરણ અને લિસ્ટિંગ કાર્યક્રમ માટે પગલાં લેવાશે
 • વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો માટેના KYC ધોરણોને એકસમાન બનાવવા રાહત અપાશે : FM
 • GST રજીસ્ટર્ડ MSMEને નવી લોન કે વધારાની લોન ઉપર વ્યાજ સબસિડી પેટે રૂ.350 કરોડ ફાળવણી
 • 2018માં દેશમાં FDI પ્રવાહ 64.27 અબજ ડોલર રહ્યો
 • એવિએશન, મીડિયા, એનિમેશન અને વીમા મધ્યસ્થીઓ માટે FDI ઉદારીકરણ, પ્રત્યક્ષ વિદેશી રોકાણની છૂટ મળવાની સંભાવના
 • વાર્ષિક 1.5 કરોડથી ઓછું ટર્ન ઓવર ધરાવતા ત્રણ કરોડ રિટેલ વેપારીઓને પ્રધાન મંત્રી કર્મયોગી મદદ યોજના હેઠળ પેન્શન આપવામાં આવશે : સિતારમન
 • FAME-II યોજના હેઠળ યોગ્ય રાહતો સાથે ઈ વ્હિકલના વપરાશને પ્રોત્સાહન અપાશે
 • ઈ વ્હિકલના વપરાશ માટે 1 એપ્રિલ 2019ના 10 હજાર કરોડ રૂપિયા મંજૂર કરાયા
 • 2019-20માં MSMEને વ્યાજ સબસિડી પેટે રૂ. 350 કરોડની જોગવાઈ
 • MSMEને બિલ ચૂકવણી માટે સરકાર પ્લેટફોર્મ તૈયાર કરશે : સિતારમન
 • આ માટે આદર્શ કાયદો તૈયાર કરીને રાજ્યોને સોંપવામાં આવશે
 • ભારત માલાના બીજા તબક્કામાં રાજ્યોને રોડ માળખું તૈયાર કરવામાં મદદ પુરી પાડવામાં આવશે
 • પાવર સેક્ટરમાં દર અને માળખાકીય સુધારા માટે ટૂંક સમયમાં સરકાર પેકેજ જાહેર કરશે : FM
 • ચાર વર્ષમાં ગંગા નદીમાં કાર્ગો પરિવહન ચાર ગણું વધારાશે
 • નેશનલ ગેસ-ગ્રીડ, વોટર ગ્રીડ અને આઈ-વે તેમજ એરપોર્ટ માટેની બ્લુપ્રિન્ટ રજૂ કરાશે : સિતારમન
 • ભારત માલા, સાગરમાલા અને ઉડાન દ્વારા ગ્રામીણ અને શહેરી વિસ્તારો વચ્ચેના ગેપ પુરાયો તેમજ પરિવહન માળખામાં સુધારો થયો
 • રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ
 • 2030 સુધીમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર રૂ.50 લાખ કરોડ કરવાની જરૂર
 • દેશમાં 657 કિમી મેટ્રોલ રેલ નેટવર્ક કાર્યરત કરાયું
 • ભારતીય ઉદ્યોગજગત રોજગારીના સર્જક છે
 • લધુ અને મધ્ય્મ ઉદ્યોગ ક્ષેત્રે આપણે ઈન્ફ્રા, ડિજિટલ ઈકોનોમી અને રોજગાર પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે
 • વચગાળાના બજેટમાં અર્થતંત્રને વેગ આપવા 10 મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું
 • 2014-19 વચ્ચે ખાદ્ય સુરક્ષા પાછળનો ખર્ચ વધીને બમણો થયો : સિતારમન
 • ફિસ્કલ કોન્સોલિડેશન સાથે ન્યૂ ઈન્ડિયાને સાકાર કરવા એનડીએએ પ્રથમ કાર્યકાળમાં પાયો નાંખ્યો
 • ઈલેક્ટ્રિક વાહનોના વપરાશને પ્રોત્સાહન અપાશે, ચાર્જિંગ માટે યોગ્ય માળખું ઘડાશે
 • વર્તમાન સમયે ભારતીય અર્થતંત્રનું કદ ત્રણ લાખ કરોડ ડોલરનું છે : સિતારમન
 • આશા, વિશ્વાસ અને પ્રેરણાથી આગામી પાંચ વર્ષમાં ભારતને પાંચ લાખ કરોડ ડોલરનું અર્થતંત્ર બનાવાશે
 • ભારતે એક લાખ કરોડ ડોલરનું અર્થતંત્ર બનવામાં 65 વર્ષ લાગ્યા
 • આગામી વર્ષોમાં ભારત પાંચ લાખ કરોડ ડોલરનું અર્થતંત્ર બનવા માટે સક્ષમ : સિતારમન
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્ક્ષતા હેઠળની કેબિનેટ 2019ના બજેટને મંજૂરી આપી
 • નાણાં મંત્રી નિર્મલા સિતારમને કેન્દ્રીય બજેટ રજૂ કરી રહ્યા છે
 • ઈલેક્ટ્રિક વાહનોના વપરાશને પ્રોત્સાહન અપાશે, ચાર્જિંગ માટે યોગ્ય માળખું ઘડાશે
 • વર્તમાન સમયે ભારતીય અર્થતંત્રનું કદ ત્રણ લાખ કરોડ ડોલરનું છે : સિતારમન
 • આશા, વિશ્વાસ અને પ્રેરણાથી આગામી પાંચ વર્ષમાં ભારતને પાંચ લાખ કરોડ ડોલરનું અર્થતંત્ર બનાવાશે
 • ભારતે એક લાખ કરોડ ડોલરનું અર્થતંત્ર બનવામાં 65 વર્ષ લાગ્યા
 • આગામી વર્ષોમાં ભારત પાંચ લાખ કરોડ ડોલરનું અર્થતંત્ર બનવા માટે સક્ષમ : સિતારમન
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્ક્ષતા હેઠળની કેબિનેટ 2019ના બજેટને મંજૂરી આપી
 • 49 વર્ષ બાદ બીજા મહિલા નાણા મંત્રીએ બજેટ રજૂ કર્યું, અગાઉ 1970માં ઈન્દિરા ગાંધી બજેટ રજૂ કરનાર પ્રથમ મહિલા હતા.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી