CBSEનો મહત્વનો નિર્ણય, 10મા ધોરણના વિદ્યાર્થીઓને મોટી રાહત

વિવાદીત સવાલ પર ભારે હોબાળો મચ્યા બાદ બોર્ડને સ્વીકારી ભૂલ

CBSEએ10માં ધોરણના અંગ્રેજી વિષયના પેપરને લઈને ચાલી રહેલા વિવાદ મામલે મોટો નિર્ણય લીધો છે. CBSE એ વિવાદાસ્પદ પ્રશ્નો રદ કર્યા છે. CBSE કંટ્રોલર ઓફ એક્ઝામિનેશન્સ દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે સંબંધિત હિતધારકોના પ્રતિસાદ અને નિષ્ણાતોની ભલામણના આધારે વિવાદિત પ્રશ્નોને રદ કરવામાં આવે છે. તેના બદલામાં વિદ્યાર્થીઓને સંપૂર્ણ માર્કસ આપવામાં આવશે.

સોશિયલ મીડિયા પર વિરોધ પ્રદર્શન અને પ્રિયંકા-રાહુલ ગાંધીના નિવેદન બાદ CBSE બોર્ડે પોતાની ભૂલ સ્વીકારી છે. બોર્ડે એક પરિપત્ર જારી કરીને જણાવ્યું હતું કે ૧૧ ડિસેમ્બરે યોજાયેલી ૧૦ મી અંગ્રેજી પરીક્ષામાં પૂછવામાં આવેલા પેસેજ બોર્ડની માર્ગદર્શિકાને અનુરૂપ નથી. આવા કિસ્સામાં બોર્ડ તમામ વિદ્યાર્થીઓને વિવાદીત સવાલનો પૂરા માર્ક્સ આપશે. 

બોર્ડે જણાવ્યું હતું કે હિતધારકોના ફીડબેક પછી આ પ્રશ્ન વિષય નિષ્ણાત સમિતિને મોકલવામાં આવ્યો હતો. સમિતિએ તેના પર વિચાર કર્યા બાદ શોધી કાઢ્યું હતું કે આ પ્રશ્ન બોર્ડની માર્ગદર્શિકાને અનુરૂપ નથી. આ કિસ્સામાં બોર્ડ તમામ વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર શ્રેણી જેએસકે/1 માટે સંપૂર્ણ નંબર આપશે.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી