ત્રીજી લહેરની આશંકા વચ્ચે DGCAનો મહત્વપૂર્ણ નિર્ણય, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો પર આ તારીખ સુધી પ્રતિબંધ

આંતરરાષ્ટ્રીય મુસાફરોની ફ્લાઇટ્સ પરના પ્રતિબંધને 31 જુલાઈ સુધી લંબાવી દીધો

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના વધતા જતા કેસો અને ત્રીજી લહેરની આશંકા વચ્ચે DGCA દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના વધતા જતા કેસો અને ત્રીજી લહેરની આશંકા વચ્ચે DGCA દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. DGCAએ આંતરરાષ્ટ્રીય મુસાફરોની ફ્લાઇટ્સ પરના પ્રતિબંધને 31 જુલાઈ 2021 સુધી લંબાવી દીધો છે. અગાઉ DGCAએ કોરોના સંક્રમણની અટકાયત કરવા માટે આંતરરાષ્ટ્રીય મુસાફરોની ફ્લાઇટ્સ પર લાદવામાં આવેલા પ્રતિબંધને 30 જૂન સુધી લંબાવી દીધો હતી. DGCAના જણાવ્યા અનુસાર, કેટલાક સિલેક્ટેડ એર રૂટ્સ પર ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવશે.

જાહેર કરાયેલા નવા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ વધારવાના નિર્ણયથી કાર્ગો વિમાનોને અસર થશે નહીં. આ સાથે જે ફ્લાઇટ્સને ખાસ ડીજીસીએ દ્વારા મંજૂરી આપવામાં આવી છે તેને આ પ્રતિબંધ લાગુ પડશે નહીં. COVID-19 મહામારીને કારણે 23 માર્ચ 2020 માં ભારતમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી હતી, પરંતુ મે 2020 થી વંદેભારત અભિયાન અને જુલાઈ 2020થી સિલેક્ટેડ દેશો વચ્ચે દ્વિપક્ષીય “એર બબલ”ની વ્યવસ્થા અંતર્ગત ખાસ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ કાર્યરત છે.

ભારતના 27 દેશો સાથે એર બબલ કરાર

ભારતે અમેરિકા, સંયુક્ત આરબ અમીરાત, કેન્યા, ભૂટાન  અને ફ્રાન્સ સહિતના 27 દેશો સાથે એર બબલ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. બંને દેશો વચ્ચેના આ કરાર હેઠળ, ખાસ આંતરરાષ્ટ્રીય વિમાન તેમના પ્રદેશો વચ્ચે ઉડાન ભરી શકે છે. આંતરરાષ્ટ્રીય પેસેન્જર વિમાન પર સસ્પેન્શન વધારવાનો નિર્ણય ભારતના ત્રીજા લહેરની કોરોના વાયરસના ભયને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

 74 ,  1