સરકારે સરળ બનાવી મેડિકલ પ્રવેશ પ્રક્રિયા, નહીં લેવું પડે ડોમિસાઈલ સર્ટિફિકેટ

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી અને જાણકારી આપવામાં આવી કે, રાજ્યમાં MBBS પ્રવેશ પ્રક્રિયામાં મોટી સરળતા કરી છે. જેમાં NEET આધારિત અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ડોમિસાઈલ સર્ટિફિકેટને લઈને ગુજરાતમાં જન્મેલા વિદ્યાર્થીઓ અને 10-12 ધોરણનો અભ્યાસ ગુજરાતમાં કર્યો હોય તેમને મુક્તિ આપી હતી.

મેડિકલ, ડેન્ટલ, હોમિયોપેથી અને નેચરોપથીમાં પ્રવેશ માટે ડોમિસાઈલ મેળવવું નહીં પડે પરંતુ જેમનો જન્મ ગુજરાત બહાર થયો હોય તેમને ડોમિસાઈલ પૂરવાર કરવું પડશે અને તે માટે સર્ટિફિકેટ લેવું પડશે. આ વર્ષે પ્રવેશ માટે 10 હજાર પૈકી 8 હજાર વિદ્યાર્થીઓને તેને લાભ મળશે અને સર્ટિફિકેટમાંથી મુક્તિ મળશે.

દીવ દાદરા નગર હવેલી તે વિદ્યાર્થીઓ ગુજરાતની બોર્ડની પરીક્ષા આપતા હતા. અને તે વિદ્યાર્થીઓને ગુજરાતની મેડિકલ કોલેજમાં પ્રવેશ આપતા હતા. આ વખતે સિલવાસા ખાતે 150 વિદ્યાર્થીઓની મંજૂરી આપવામાં આવી છે. દાદરા નગર હવેલીની નવી મેડિકલ કોલેજ કેન્દ્ર સરકારે મંજુર કરી છે. તેમાં ગુજરાતના વિદ્યાર્થીઓ માટે 10 સીટનો કોટા રીઝર્વ કરવામાં આવ્યો છે.

 12 ,  1