કેબિનેટ બેઠક : ખેડૂતો અને બિન અનામત વર્ગો માટે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

વાહન વ્યવહાર વિભાગ દ્વારા વધુ 4 સુવિધા ઇ ગ્રામથી શરૂ થશે

ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં આજે મહત્વનો નિર્ણય ખેડૂતો માટે લેવામાં આવ્યો છે. મગફળીના ટેકાના ભાવ માટે રજિસ્ટ્રેશનનો ટાઈમ 31 ઓકટોબર સુધી લંબાવવા આવ્યો છે આનાથી જે કોઈ પણ ખેડૂત ઓનલાઈન રજીસ્ટ્રેશનથી વંચિત છે તેના માટે 5 દિવસનૉ સમય ગાળો વધારી દેવામાં આવ્યો છે.તો બીજી તરફ ખેડૂતોના સિચાઈના પાણીને લઈને પણ ગુજરાત સરકાર દ્વારા મોટો આદેશ આપી દેવામાં આવ્યો છે. કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના જણાવ્યા અનુસાર સિંચાઇનું પાણી દરવખતે દિવાળી બાદ ખેડૂતો માટે છોડવામાં આવે છે પણ કેબિનેટ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતોને શનિવારથી સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરતાં આવ્યું છે તે બાદ આ વખતે ખેડૂતોને સિંચાઇનું પાણી તેમને જરૂર હશે ત્યારે સીઝન દરમિયાન છોડી દેવામાં આવશે આ માટે બેઠકમાં જ સબધિત અધિકારીને સરકાર દ્વારા આદેશ આપી દેવામાં આવ્યા છે.

500 કરોડનું બજેટ ફળવાયું

ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં બીજો એક મોટો નિર્ણય જનરલ કેટેગરીમાં આવતા લોકો માટે કરવામાં આવ્યો છે.  બિન અનામત વિભાગમાં 500 કરોડ રૂપિયાનું બજેટ આપવાનું એલાન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

રાજ્યના પ્રવક્તા જીત વાઘાણી પત્રકાર પરિષદ

  • કેબિનેટ બેઠક વિવિધ મુદ્દાઓ પર કરવામા આવી ચર્ચા
  • પોલીસ ગ્રેડ -પે આંદોલન મામલો
  • પોલીસ આંદોલન અંગે જીતુ વાઘાણી નું નિવેદન
  • ગૃહ રાજયમંત્રી વાર્તાલાપ કરી રહ્યા છે 
  • કર્મચારીઓ ને અપીલ કે કાયદા વ્યવસ્થા ના ખોરવાય એનું ધ્યાન રાખે
  • કર્મચારીઓની સાચી બાબતમાં સરકાર હકારાત્મક
  • ભરતી પ્રક્રિયામાં ભષ્ટ્રાચારના આક્ષેપો અંગે જીતુ વાઘાણીનુ નિવેદન
  • કુલપતિ સાથે VC કરીને માર્ગદર્શન આપ્યુ
  • યુનિવર્સિટીની એક્સપર્ટ ટીમ માર્ગદર્શન હેઠળ ભરતી કરવામા આવશે

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી