મહત્વનું-સોશ્યલ મિડિયા પર મદદ માંગનારાઓ સામે પગલા લેવાશે તો કોર્ટનું અવમાન ગણાશે..!

રાજ્યો-પોલીસ-કેન્દ્રને સુપ્રિમની ચેતવણી, ખબરદાર કોઇ પગલા ભર્યા તો..

સોશ્યલ મિડિયામાં ઓક્સીજન કે અન્ય કોઇ મેડીકલ સંબંધી મદદ માંગનારની સામે કોઇ પોલીસ કે રાજ્યોએ કે કેન્દ્ર સરકારે પગલા ભરશે તો તેને કોર્ટનું અપમાન ગણવામાં આવશે. સુપ્રિમ કોર્ટે આજદે એક સુનાવણી દરમ્યાન આ અંગે મહત્વની જાહેરાત કરી જે સોશ્યલ મિડિયા પર મદદ માંગતા લોકો માટે ઉપયોગી નિવડશે. કેમ કે યુપી સરકારે આવી મદદ માંગનારની સામે અફવા ફેલાવવાનો ગુનો નોંધતા કોર્ટે તેની નોંધ લઇને આ આદેશ ફરમાવ્યો છે.

દેશમાં કોરોના વાઇરસની બીજી લહેરના કારણે હાહાકાર મચ્યો છે. આ સંકટ વચ્ચે શુક્રવારે સુપ્રીમ કોર્ટેમાં મહત્વની સુનવણી થઇ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કોરોના વાયરસ અંગે નેશનલ પ્લાન મંગ્યો છે. સાથે એક ચિંતા પણ વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સોશિયલ મીડિયા પર જે લોકો પોતાની સમસ્યા બતાવી રહ્યા છે, તેમની સાથે ખરાબ વ્યવહાર ના થવો જોઇએ.

અદાલતમાં સુનવણી દરમિયાન જસ્ટિસ્ટ ચંદ્રચૂડે કહ્યું કે હું અહીં એક ગંભીર વિષય ઉઠાવવા માંગુ છું. જો કોઇ પણ નાગરિક સોશ્યલલ મીડિયા અથવા તો અન્ય કોઇ પ્લેટફોર્મ પર પોતાની મુશ્કેલી જાહેર કરે તો, તેનો એવો અર્થ નથી કે તે ખોટા છે. કોઇ પણ પ્રકારની માહિતિને દબાવવી ના જોઇએ.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ટિપ્પણી એવા સમયે કરી છે જ્યારે કેન્દ્ર સરકાર પર આરોપ લાગ્યો છે કે ફેસબૂક અને ટ્વિટર પર જે લોકો બેડની અને ઓક્સિજનની મદ માંગતી પોસ્ટ કરી રહ્યાછે તેને સરકાર હટાવી રહી છે. આ અંગે ઉત્તર પ્રદેશમાં એક વ્યક્તિ પર અફવા ફેલાવાનો કેસ નોંધવામાં આવ્યો છે. આ યુવકે સોશિયલ મીડિયા પર ઓક્સિજન માટે મદદ માંગી હતી,જ્યારે તે દર્દી કોરોના પોઝિટલ નહોતો.

સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે દરેક રાજ્યોને આ કડક સંદેશો પહોંચવો જોઇએ કે જો કોઇ નાગરિકે સોશિયલ મીડિયા પર મદદની અપીલ કર્યા બાદ તેના પર કોઇ એકશન લેવામાં આવી તો, તેને કોર્ટનની અવમાનના ગણવામાં આવશે. કોઇ પણ રાજ્ય કોઇ પ્રકારની માહિતિને દબાવી ના શકે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આપણે અત્યારે રાષ્ટ્રિય સંકટની સ્થિતિમાં છીએ. તેવામાં સામાન્ય લોકોની વાત સાંભળવી ખૂબ જરુરી છે.

 54 ,  1