September 21, 2020
September 21, 2020

રેગ્યુલર, ફિક્સ, કોન્ટ્રાક્ટ આધારિત કર્મીઓ માટે ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો

હાલના તબક્કામાં લોકો સરકારમાં કરાર આધારિત નોકરી કરતા હોય છે અને સાથે સાથે તે લોકોને અલગ અલગ હાલકીનો સામનો કરવાનો વારો આવતો હોય છે. ત્યારે ઘણા લોકો એકશનમાં આવી ગયા છે. મહત્વની બાબત તો એ છે કે કરાર આધારિત કે ફિક્સ પગારદારોને મુશ્કેલી પણ વેઠવી પડે છે .

સરકારમાં રેગ્યુલર, કરાર આધારિત કે ફિક્સ પગારદારો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હોવા છતાં પણ ખાતાકીય તપાસ વિના તેમને નોકરીમાંથી બરતરફ કરી શકાય નહિ. હાઈકોર્ટે ચુકાદો આપતા આ અવલોકન કર્યું છે. કોર્ટના આ ચુકાદાને પગલે રાજ્યના 5 લાખ કર્મચારીને તેનો લાભ મળશે.    

અમીરગઢ ચેકપોસ્ટ પર ફરજ બજાવતા આસિસ્ટન્ટ મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર અને શામળાજી ચેકપોસ્ટ પર ફરજ બજાવતા ફિક્સ પગારદાર કર્મચારીને ફરજ પરથી હટાવવાના સરકારના નિર્ણયને ચીફ જસ્ટિસ વિક્રમનાથની ખંડપીઠે અયોગ્ય ઠેરવ્યો છે. સરકારે આ કર્મચારીને નોકરીમાંથી બરતરફ કરતા તેણે હાઈકોર્ટમાં અરજી કરી હતી.

 51 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર