September 20, 2021
September 20, 2021

GPSCની પરીક્ષાના વિવાદ મામલે ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચૂકાદો

SC મહિલાઓને પાસિંગ મુજબ પોસ્ટ આપો: HC

GPSC પરીક્ષામાં મહિલા SC ઉમેદવારની અરજી મામલે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે, SC કેટેગરીની મહિલાઓને પાસિંગ મુજબ પોસ્ટ આપવામાં આવે, અનામત રિઝર્વેશનના કારણે બાકાત કરી શકાય નહીં. અનામત-બિન અનામત બાબતમાં બેદરકારી પણ ચલાવી શકાય નહીં. સમગ્ર વિવાદમાં ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યા છે. સાથે 90 દિવસમાં DySPની એપોઇમેન્ટ આપવા પણ આદેશ કર્યા છે. તો જનરલ કેટેગરીમાં ઉમેદવારને ઓછા માર્ક્સે પોસ્ટ મળ્યાને લઈ અરજીઓ થઈ હતી.

હાઇકોર્ટએ SC કેટેગરીમાં આવતી મહિલા માટે 2 જ અઠવાડિયામાં DYSP ની પોસ્ટ માટે ભલામણ કરવા GPSC ને હુકમ કર્યો છે. આ ઉપરાંત હાઇકોર્ટએ રાજ્ય સરકારને 90 દિવસમાં મહિલાને DYSP ની એપોઇન્ટમેન્ટ આપવા પણ આદેશ કર્યો છે. જે તારીખથી પ્રતિસ્પર્ધી જનરલ કેટેગરીની મહિલાને DYSP ની પોસ્ટ આપી છે એ બેનિફિટ પણ તેમને આપવામાં આવે તેમ કોર્ટએ જણાવ્યું.

મહત્વનું છે કે SC કેટેગરીમાં આવતી ઉમેદવારે પરીક્ષામાં ‘કટ ઓફ માર્ક્સ’ કરતા પણ વધુ માર્ક્સ મેળવ્યા હોવા છતાં તેને ચોઇસ મુજબ DYSP ની પોસ્ટ ન મળી. આથી તેઓએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી.

 61 ,  1