અયોધ્યાની જાત્રા કરવા બદલ સરકાર આપશે 5 હજારની સહાય..

ડાંગના આદિવાસીઓ મનાય છે સબરીના સીધા વંશજ

અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય અને દિવ્ય મંદિરનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. સંભવત: 2024 પહેલા રામમંદિર બનીને તૈયાર થઇ જશે. બીજી તરફ ગુજરાતમાં વસતા આદિવાસી સમાજ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. અયોધ્યા રામમંદિરની જાત્રા કરનાર પ્રત્યેક આદિવાસીને 5 હજારની સહાય મળશે.. કેમ કે, ડાંગ વિસ્તારમાં રહેતા આદિવાસીઓને ભગવાન શ્રી રામને એંઠા બોર ખવડાવનાર સબરીના વંશજ માનવમાં આવે છે.

ગુજરાતમાં વસતા આદિવાસી સમાજ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે, પ્રવાસન મંત્રી પૂર્ણે મોદીએ આદિવાસીઓને લઈને જાહેરતા કરતા કહ્યું કે રામમંદિરની યાત્રા કરનાર આદિવાસીને સરકાર દ્વારા સહાય આપવામાં આવશે, યાત્રા કરનાર પ્રત્યેક આદિવાસીને દીઠ રૂપિયા 5 હજારની સહાય આપવાનો ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.

પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીએ રામ જન્મભૂમિ અયોધ્યાની યાત્રા માટે પ્રત્યેક યાત્રાળુ દીઠ રૂપિયા પાંચ હજરાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે, સાથે જ તેમના દ્વારા કહેવાયું છે કે આદિવાસીઓને શબરીના વંશજ માનવામાં આવે છે જેથી રાજ્ય સરકારે તેમના હિતમાં આ નિર્ણય લીધો છે. પ્રવાસન અને યાત્રાધામની નેમ સાથે શબરી ધામ ખાતે રાજ્ય કક્ષાના દશેરા મહોત્વની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રવાસન સર્કિટને વિક્સાવવમાં આવશે તેવું પુર્ણેશ મોદીએ જણાવ્યું હતું.

મહત્વનું છે કે શબરી ધામ ખાતે મહાઆરતી અને રાવણ દહનના કાર્યક્રમમા ભાગ લેતા મંત્રીએ કહ્યું કે આદિવાસ વિસ્તારોમા દશેરા મહોત્સવની ઉજવણી એ અધર્મ પર ધર્મના વિજય છે, આદિવાસી સમાજ પવિત્ર સ્થાનોની ગરિમા વધારીને, સાંસ્કૃતિક તથા ઐતિહાસિક વિરાસતને ઉજાગર કરશે તેમ જણાવ્યુ હતુ સાથે જ ઉમરગામ થી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારોમા શ્રેણીબદ્ધ વિકાસ કામો હાથ ધરીને પ્રજાજનોના સર્વગ્રાહી વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેમ તેમના પ્રાસંગિક વક્તવ્યમા જણાવ્યુ હતુ

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી