24 કલાકમાં ઈમરાન સરકારનો યૂ-ટર્ન, ભારતમાંથી ખાંડ-કપાસ આયાત કરવાનો નિર્ણય લીધો પરત

પાકિસ્તાને કહ્યું – જ્યાં 370 હટાવશે નહીં ત્યાં સુધી ભારતમાંથી આયાત થશે નહીં

પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે યૂ-ટર્ન લેતા ભારત પાસેથી કપાસ અને ખાંડ ઇમ્પોર્ટની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે. પ્રધાનમંત્રી ઇમરાન ખાનની અધ્યક્ષતામાં ગુરૂવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં આર્થિક સમન્વય સમિતિ (ECC) ના તે પ્રસ્તાવને નકારી દેવામાં આવ્યો, જેમાં ભારત પાસેથી કપાસ અને ખાંડના ઇમ્પોર્ટ પર લાગેલા પ્રતિબંધને હટાવવાની ભલામણ કરવામાં આવી હતી. મહત્વનું છે કે ECC એ બુધવારે ભાજરથી ખાંડ અને કપાસની આયાતને મંજૂરી આપી હતી. 

ગુરૂવારે પાકિસ્તાનના આંતરિક મંત્રી શેખ રશીદએ કહ્યુ કે, જ્યાં સુધી ભારત કલમ 370 પર લીધેલા નિર્ણયને પરત લેશે નહીં ત્યાં સુધી ભારતમાંથી કપાસ અને ખાંડની આયાત થશે નહીં. 

 12 ,  1