પાકિસ્તાનઃ કાશ્મીર મુદ્દે તાત્કાલિક બેઠક બોલાવાઈ, ઈમરાન ગેરહાજર રહેતા થયો હોબાળો

જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો પાછી ખેંચી લેવા અને રાજ્યમાંથી કલમ-370 નાબૂદ કરવાના ભારતના નિર્ણયથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. આ મુદ્દે પાકિસ્તાને મંગળવારે ચર્ચા માટે સંસદનું સંયુક્ત સત્ર બોલાવ્યું હતું, પરંતુ ખુદ વડાપ્રધાન જ ગેરહાજર રહેતાં હોબાળો મચી ગયો હતો.

સદનમાં હાજર સભ્યોએ જોરદાર હોબાળો મચાવ્યો અને તે શાંત થયા નહીં. જે બાદ સ્પીકર જ્યાં સુધી ઉભા થઈને પોતાના રૂમમાં જતા રહ્યા નહીં, ત્યાં હોબાળો પૂરો થયો નથી. આ બાજુ ભારતના આ પગલાથી પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ જાવેદ બાજવાને પીઓકેની ચિંતા થવા લાગી છે.

સોમવારે કાશ્મીરમાંથી ધારા 370 દૂર કરવાની સાથે જ પાકિસ્તાનના સેના પ્રમુખે તાત્કાલિક કાશ્મીરની સ્થિતિની ચર્ચા માટે કમાન્ડરોની મિટિંગ બોલાવી હતી. તેમણે કોર્પ્સ કમાંડરો સાથે મંગળવારે લાંબી બેઠક કરી હતી. ભારતના આ પગલા પર પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ જાવેદ બાજવાને હવે પીઓકેની ચિંતા સતાવવા લાગી છે.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી