ટીમ ઈન્ડિયાની હાર પર પાક થયું ખુશ, ઈમરાન ખાનના મંત્રી ફવાદ હુસૈને વ્યક્ત કરી ખુશી

ઈંગ્લેન્ડના માનચેસ્ટરમાં રમાયેલ વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો પરાજય થયો. ટીમ ઈન્ડિયા 240 રનનો લક્ષ્ય હાંસલ ન કરી શકી. અને આ સાથે જ દરેક ભારતીયોનું સપનું તૂટી ગયું હતું. પણ ભારતની હારથી પાડોશી દેશ પાકિસ્તાનમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. ઈમરાન ખાનના મંત્રી ચૌધરી ફવાદ હુસૈને ટ્વીટ કરીને લખ્યું કે, આજથી પાકિસ્તાનીઓની નવી મોહબ્બત ન્યુઝીલેન્ડ.

વર્લ્ડ કપ 2019માં પાકિસ્તાન સતત ટીમ ઈન્ડિયા વિરુધ્ધ બોલવાનો એક મોકો છોડ્યો નથી. પહેલાં પાકિસ્તાનને ટીમ ઈન્ડિયાએ હરાવ્યું, પણ વાત જ્યારે સેમિફાઈનલમાં જવાની આવી તો પાકિસ્તાન ટીમ ઈન્ડિયા પર નિર્ભર થઈ ગયું. ભારત ઈંગ્લેન્ડ સામે હારી ગયું અને પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગયું. અને એ જ વાતનો ગુસ્સો પાકિસ્તાન નીકાળી રહ્યું છે.

પાકિસ્તાનના મંત્રી જ નહીં, પણ પાકિસ્તાની ફેન્સ પણ સોશિયલ મીડિયામાં ટીમ ઈન્ડિયાને ટ્રોલ કરવામાં લાગ્યા છે.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી