પેગાસસની અસર હવે પાકિસ્તાનમાં : ઈમરાન ખાનનો ફોન થયો હેક, મોદી સરકાર પર લગાવ્યો આરોપ

પેગાસસ મામલે પાકિસ્તાને ભારત પર લગાવ્યો આરોપ

ઇઝરાયલના પેગાસસ સ્પાઇવેયરના ફોન હેકિંગ વિવાદે ભારતમાં હડકંપ મચાવી દીધો છે, પાકિસ્તાન સુધી તેની અસર જોવા મળી રહી છે. પાકિસ્તાની મીડિયા પ્રમાણે હેક કરવામાં આવી રહેલા ફોનના લિસ્ટમાં એક નંબર પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનનો પણ છે. એક દાવા પ્રમાણે ભારત સહિત ઘણા દેશોની સરકારોએ 150થી વધુ પત્રકારો, માનવાધિકાર કાર્યકર્તાઓ અને અન્ય એક્ટિવિટ્સની જાસૂસી કરાવી છે.

પાકિસ્તાનના પ્રધાનમંત્રીની પણ ઇઝરાયલના સોફ્ટવેર પેગાસેસના સોફ્ટવેર દ્વારા કથિત રીતે જાસૂસીની વાત સામે આવી છે. એટલે હવે ફોન ટેપિંગ દ્વારા જાસૂસીનો આરોપ પાકિસ્તાન દ્વારા પણ ભારત પર લગાડવામાં આવ્યો છે. સાથે એવું પણ કહ્યું છે કે પાકિસ્તાન આ મુદ્દાને વધુ આગળ લઈ જશે. પાકિસ્તાનના સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ ઈમરાન ખાનના ફોનની જાસૂસી કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે અમે ભારત દ્વારા ફોન હેકિંગ વિશે રાહ જોઈ રહ્યા છીએ.

પેગાસસ ફોન હેકિંગનો મામલો હવે સંયુક્ત રાષ્ટ્ર સુધી પહોચ્યો છે. આ મામલે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પ્રમુખે ચિંતા વ્યક્ત કરી છે. કારણકે આ પેગાસસ સોફ્ટવેર દ્વારા રાજનેતાઓ તેમજ પત્રકારોની જાસૂસી કરવામાં આવતી હતી. જેથી સરકારને તેના પર રોક લગાવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કહેવામાં આવ્યું છે. કારણકે તેના કારણે માનવાધિકારોનું ઉલ્લંઘ થતું હોય છે. 

રિપોર્ટ પ્રમાણે ભારતના 300 નંબર મંત્રીઓ, વિપક્ષી નેતાઓથી લઈને પત્રકારો અને વૈજ્ઞાનિકોના છે. ભારતમાં રિપોર્ટ સામે આવ્યા બાદ પાકિસ્તાનના કેન્દ્રીય મંત્રી ફવાદ ચૌધરીએ ચિંતા વ્યક્ત કરી અને મોદી સરકાર પર દેશમાં ધ્રુવીકરણ કરવાનો આરોપ લગાવ્યો હતો.

વર્ષ 2019માં ભારત સરકારે આ સોફ્ટવેરના ઉપયોગનું ખંડન કર્યું હતું. સૌથી પહેલા 2016માં આ માલવેયર ચર્ચામાં આવ્યો જ્યારે રિસર્ચર્સે સંયુક્ત અરબ અમીરાતના એક વ્યક્તિની જાસૂસીનો આરોપ ઇઝરાયલના NSO સમૂહ પર લગાવ્યો હતો જે આ સોફ્ટવેર બનાવે છે. 

 49 ,  1