September 23, 2020
September 23, 2020

સુરત : પ્રેમપ્રકરણમાં યુવકની ઘાતકી હત્યા, પ્રેમિકાનો અન્ય પ્રેમી બન્યો હત્યારો

યૂપીથી પ્રેમિકાને મળવા આવેલા યુવકની હત્યા, યુવતીના બીજા પ્રેમીએ ઘટનાને આપ્યો અંજામ

સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. શહેરના પાંડેસરા કૈલાશ ચોકડી નજીક પ્રેમ પ્રકરણમાં એક યુવકને ચાકુના ઘા મારી બેરહેમી પૂર્વક મોતને ઘાટ ઉતારી દીધો હતો. એક મહિના પહેલા યૂપીથી આવેલા યુવકની તેની પ્રેમિકાના બીજા પ્રેમીએ આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ મામલે પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ ફરિયાદ મુજબ, મૂળ ઉત્તર પ્રેદશના આઝામગઢનો રહેવાશી બ્રિજેશ રામનયન રાજભર એમ્બ્રોડરીના ખાતામાં હેલ્પર તરીકે કામ કરતો હતો. એક મહિના પહેલા જ સુરત આવ્યો હતો. વતનમાં પ્રેમ થયા બાદ યુવતી સુરતમાં હોવાની જાણ બાદ બ્રિજેશ સુરત આવ્યો હતો. રવિવારે સાંજે એક શખ્સે ફોન કરી ધમકી આપી મળવા બોલાવ્યો હતો.

બ્રિજેશ કૈલાશ ચોકડી પર મળવા જતા જ તેની પર રોહિત નામના યુવક સહિત 20 લોકોએ ઘાતકી હુમલો કરી દીધો હતો. હુમલાખોરો ઉપરાછાપરી ચપ્પુ વડે હુમલો કરી ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત બ્રિજેશને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી સિવિલ લઈ આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન બ્રિજેશનું મોત નીપજ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ, બ્રિજેશને વતનમાં રહેતી એક યુવતી સાથે આંખ મળી ગઇ હતી. યુવતી સુરત આવી ગયા બાદ બ્રિજેશ પણ સુરત આવ્યો હતો. જોકે, યુવતીને અન્ય એક રોહિત નામના યુવક સાથે પ્રેમ સંબધ હતો. જે વાતની ખબર પડતાં બીજા પ્રેમી રોહિતે હત્યાના ઇરાદે જ બ્રિજેશને કૈલાશ ચોકડી બોલાવ્યો હતો. બ્રિજેશને છાતીના ભાગે ઉપરા ઉપરી 5-6 ઘા મારી બેરહેમીપૂર્વક હત્યા કરી ફરાર થઇ ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. હાલ આ મામલે પોલીસે ફરાર આરોપીઓ સામે હત્યાનો ગુન્હો નોંધી ઝડપી પાડવા વધુ તજવીજ હાથ ધરી છે.

 70 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર