પીધેલી હાલતમાં PSIએ બેફામ ગાડી હંકારી સૌને જોખમાં મુક્યા..

મેઘરજ તાલુકાના ઇસરી પોલીસ સ્ટેશનના PSI થયા ટલ્લી

એસપીના આદેશ બાદ PSI સામે ગુનો દાખલ

દારૂને લઇ બદનામ થયેલી અરવલ્લી પોલીસ ફરી ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયર થયો છે જેમાં નશામાં ચૂર પોલીસ અધિકારી બેફામ ગાડી હંકારતા જોવા મળે છે. તો બીજી તરફ રાહદારીઓ પોતાનો જીવ બચાવવા ભાગદોડ મચાવે છે. વીડિયો વાયરલ થતાં તપાસ કરતા નશાની હાલતમાં બેફામ ગાડી ચલાવનાર મેઘરજ તાલુકાના ઇસરી પોલીસ સ્ટેશન PSI હોવાનું પુરવાર થયું હતું. ત્યારબાદ દેખાવડો કરવા પોલીસે PSIની અટાકયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

મેઘરજના ઇસરીના PSI બી.એલ. રોહિતે દારૂ પીને ધમાલ મચાવી હતી. નશાની હાલતમાં ટલ્લી થઇ PSI જીપમાં સવાર થઈ ગયા હતા. ત્યારબાદ જાંબાજ અધિકારીએ પોતાની કરતબ બતાવી હતી. જાહેર રસ્તામાં એટલી સ્પીડમાં જીપ ચલાવી હતી કે લોકોના જીવ ટાળવે ચોટી ગયા હતા. આ અંગે વીડિયો પણ વાયરલ થયા છે. જેમાં જોઈ શકાય છે કે પીએસઆઈ દારૂના નશામાં ડમડમ થઈ ગયા હોવાથી જીપ આગળ પાછળ કરી રહ્યા છે. તો બીજી તરફ ડરી ગયેલા ગામના લોકોએ બેફામ બનેલા પીએસઆઇને અટકાવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પૂરઝડપે જીપ હંકારી ભાગવો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સામે આવતી એક બસને ટક્કર પણ મારી દીધી હતી.

જો કે આ અંગેનો વીડિયો વાયરલ થતાં રાજ્ય જિલ્લા એસ.પી. સંજય ખરાતે હરકતમાં આવ્યા હતા. અને પીધેલ પીએસઆઈ સામે કડક પગલા ભરવા આદેશ આપ્યા હતા. ત્યાર બાદ પીએસઆઈની અટકાયત કરી દેવામાં આવી હતી. પીએસઆઈ સામે દારૂ પીવાનો અને બેદરકારીથી વાહન હંકારવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

 31 ,  1