અમદાવાદમાં કોરોનાના ડરથી મહિલાએ એસિડ પીને કર્યો આપઘાત

 ‘કોરોના થશે તો મરી જશે…’ તેમ વિચારી મહિલાએ એસિડ પીને કર્યો આપધાત

અમદાવાદમાં એક મહિલાએ કોરોનાના ખોફથી આપઘાત કર્યો હોવાની વિગત સામે આવી છે. શહેરના ઠક્કરબાપા નગર વિસ્તારમાં પરણિતાએ એસિડ પીને મોતને વહાલું કરતા પરિવારમાં માતમ છવાયો છે. જો કે પ્રાથમિક તપાસમાં મહિલાએ કોરોનાના ડરથી આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. જો કે ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ સામે આવશે. ત્યારે આ મામલે કુષ્ણનગર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ શહેરના ઠક્કરબાપા નગર વિસ્તારમાં મહાવીરનગર વિભાગ-3માં પરિવાર સાથે રહેતાં નયનાબેન સિદ્ધરાજભાઈ પટેલે મંગળવારે રાતે આઠ વાગ્યાની આસપાસ કોરોના થશે મરી જવાશે તેવા ડરને કારણે એસિડ પી લીધું હતું. તે ઉપરાંત તેમણે શરીર પર પણ એસિડ છાંટી દીધું હતું. તેમના પરિવારજનો તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયાં હતાં પરંતુ ત્યાં સારવાર દરમિયાન નયનાબેનનું મોત નીપજ્યું હતું.

આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતકના પરિવારજનોની પૂછપરછ હાથ ધરી હતી. મૃતક નયનાબેનના પતિએ પોલીસને પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે ત્રણ ચાર દિવસથી તેમના પત્નીને શરદી, ખાંસી અને તાવની અસર હતી. શહેરમાં કોરોનાના કેસો વધવાથી તેમના મનમાં એવો ડર ફેલાયો હતો કે કોરોના થશે તો મરી જશે. આ ડરના કારણે તેમણે એસીડ પીને આપધાત કર્યો છે. કૃષ્ણનગર પોલીસે અકસ્માતે મોતનો કેસ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવાળી બાદ શહેરમાં કોરોનાએ ઉથલો માર્યો છે, જોકે તહેવારો બાદ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે આ કોરોનાની બીજી લહેરની શરૂઆત થઇ હોય તેવું લાગ્યું છે પણ લોકો જાગૃત થયા છે. પોતાના સ્વાસ્થ્ય અંગે અને એટલા જ માટે જ્યાં કોરોના સેન્ટર હોય ત્યાં ટેસ્ટિંગ કરવા માટે લોકો લાઈનમાં ઊભા રહેતા હોય છે.

નોંધનીય છે કે, આજની તારીખે અમદાવાદમાં કોરોનાના કુલ 2845 એક્ટિવ કેસ છે. સૌથી વધુ ઉત્તર પશ્ચિમ ઝોનમાં 477 એક્ટિવ કેસ , બીજા નંબરે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 452 એક્ટિવ કેસ, ત્રીજા નંબરે પશ્ચિમ ઝોનમાં 446 એક્ટિવ કેસ, ચોથા નંબરે દક્ષિણ ઝોનમાં 427 એક્ટિવ કેસ, પાંચમા નંબરે પૂર્વ ઝોનમાં 398 એક્ટિવ કેસ , છઠ્ઠા નંબરે ઉત્તર ઝોનમાં 371 એક્ટિવ કેસ અને સૌથી ઓછા મધ્ય ઝોનમાં 274 એક્ટિવ કેસ છે.

 88 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર