અમદાવાદમાં ફાંસો લગાવી યુવતીએ કર્યો આપઘાત, સોલા પોલીસે હાથ ધરી તપાસ

સ્ટર્લિંગ ગ્રીનવૂડ સોસાયટીમાં રહેતી યુવતી પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી

અમદાવાદના સોલા વિસ્તારમાં યુવતીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. વૈષ્ણૌદેવીથી ઓગણજ તરફ જતા સ્ટર્લિંગ ગ્રીનવૂડ સોસાયટીમાં રહેતી 23 વર્ષીય યુવતીએ ગળેફાંસો લગાવી મોતને વહાલું કરતા ચકચાર મચી ગઇ હતી. આત્મહત્યા કરનારી આ યુવતી મૂળ પંજાબના અમૃતસરની રહેવાસી છે. મૃતક યુવતી અમદાવાદની ખાનગી કંપનીમાં કામ કરતી હતી. અને અન્ય યુવતીઓ સાથે ભાડે રહેતી હતી. જો કે આ આત્મહત્યાં પાછળ કોઈ ખાસ કારણ જાણવા મળ્યું નથી. તો આ મામલે સોલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, સંદીપ કૌર નામની યુવતી સ્ટર્લિંગ ગ્રીનવૂડ સોસાયટીમાં અન્ય યુવતીઓ સાથે ભાડે રહેતી હતી. 30 જૂનના રોજ યુવતી ઘરે હતી, ત્યારે તેની સાથે રહેતી અન્ય યુવતીઓ કામ માટે બહાર ગઈ હતી. આ દરમિયાન સંદીપ કૌરની રુમ પાર્ટનર પછી આવી ત્યારે તેનો રૂમ અંદરથી બંધ હતો. થોડીવાર બાદ મકાન માલિક પાસે ચાવી મગાવીને રુમ ખોલતા સંદીપ કૌર પંખા સાથે ચાદર બાંધીને લટકેલી હાલતમાં મળી હતી. ત્યાર બાદ અન્ય સહેલીઓએ સંદીપ કૌરને નીચે ઉતારીને 108ને જાણ કરી હતી.

ત્યાર બાદ 108ની ટીમે આવીને તપાસ કરતા સંદીપ કૌરનું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં સોલા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતા અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 67 ,  1