અમદાવાદમાં કર્ફ્યૂ વચ્ચે લોકોમાં કોરોનાનો ખૌફ, ટેસ્ટિંગ સેન્ટરો પર લાગી લાંબી કતારો

અમદાવાદમાં કોરોનાએ ઉથલો મારતા ભયભીત થયેલ શહેરવાસીઓ ટેસ્ટ કરાવવા દોડ્યાં…!

કોરોના વધવાના કારણે તંત્ર દ્વારા અમદાવાદ શહેરમાં 57 કલાકનું કડક કર્ફ્યૂ લાદવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદમાં છેલ્લા 24 કલાકથી કર્ફ્યૂનો કડક પણે અમલ થઈ રહ્યો છે. દરમિયાન અમદાવાદ સાથે રાજકોટ, વડોદરા અને સુરતમાં રાત્રિ કરર્ફ્યૂ મૂકવામાં આવ્યો છે.

જોકે, આ તમામ ઘટનાક્રમની વચ્ચે લોકોની ચિંતામાં વધારો થયો છે. અમદાવાદમાં કોરોનાએ ઉથલો મારતા ભયભીત થયેલ શહેરવાસીઓ ટેસ્ટ કરાવવા દોડ્યાં, શહેરમાં વહેલી સવારથી અનેક વિસ્તારોમાં લાંબી લાઈનો લાગી છે. શહેરના પ્રભાત ચોક, અખબાર નગર, બોપલ સહિતના ટેસ્ટિંગ સેન્ટરો પર લોકોની લાંબી કતાર જોવા મળી રહી છે. તો બીજી તરફ કોર્પોરેશને પણ કોરોનાના ટેસ્ટની સંખ્યામાં વધારો કર્યો છે.

દિવાળીના તહેવારોમાં બેફાર હરવા-ફરવાની ભૂલ હાલ અમદાવાદીઓને ભારે પડી રહી છે. શહેરમાં વધી રહેલા કોરોના કહેરના કારણે હવે લોકો ભયભીત થયા છે, બીજીતરફ કોર્પોરેશન પણ મોટા પ્રમાણમાં લોકોના ટેસ્ટ કરી રહી છે. શહેરની સ્થિતિને ફરીથી કાબુમાં લાવવા માટે બે દિવસ સુધી દૂધ-દવા સિવાય તમામ વેપાર-ધંધ બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે આ વખતે લોકોએ પણ ફર્ફ્યૂના નિયમનું પુરતું પાલન કરી કામ વગર ઘરથી બહાર નીકળવાનો ટાળ્યું હતું.

પૂર્વ-પશ્ચિમના મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારથી લોકો કોરોના ટેસ્ટ માટે ઉભા છે. કોર્પોરેશન દ્વારા પણ લોકોનું સૌ પ્રથમ સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ લક્ષણો દેખાતા લોકોના કોવિડ ટેસ્ટ કરી યોગ્ય સારવાર આપવાની કામગીરી ચાલી રહી છે. સાથે જ શહેરમાં માસ્ક વગર ફરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

જણાવી દઈએ, અમદાવાદમાં શનિવાર રાતથી કરફ્યુનો અમલ શરૂ થયો છે. શનિવારે રાતથી જ કરફ્યુનો અમલ શરૂ થતાં પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું હતું. જુદા – જુદા વિસ્તારમાં પોલીસ ફોર્સ રોડ પર ઉતરી આવી હતી. પોલીસ ઉચ્ચ અધિકારીઓએ સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી લોકોને ઘરની બહાર નહીં નીકળવા સુચના આપી હતી.

પોલીસે નાઈટ કરફ્યુનો અમલ કરાવવા ડીસીપી, એસીપી, તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ અને સ્ટાફને રાતે 9 વાગ્યાથી મોડી રાતના 12 વાગ્યા સુધી બેરીકેડ મુકી ચેકિંગ કરવા જણાવ્યું છે. રાતે 12 વાગ્યા પછી શહેરમાં બહાર જવાના તથા પ્રવેશવાના નાકા પોઈન્ટોને સીલ કરી વાહન ચેકિંગ શરૂ કરાયું છે કે જે વહેલી સતત ચાલુ રહેશે. આ સમય દરમિયાન બિનજરૂરી બહાર નીકળનારા લોકો વિરુદ્વ કાર્યવાહી કરવામાં આવશે એવી સૂચના પણ પોલીસે આપી છે.

 69 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર