‘બેંકોનું ખાનગીકરણ બંધ કરો…’ અમદાવાદમાં કર્મચારીઓ ઉતર્યા રસ્તા પર, કર્યા સુત્રોચ્ચાર

લાલદરવાજા ખાતે કર્મચારીઓએ સુત્રોચ્ચાર કરી રેલી યોજી

ગુજરાતના બેંક કર્મચારીઓ આજથી બે દિવસની હડતાળ પર ઉતર્યાં છે. 16 અને 17 ડિસેમ્બરના રોજ રાજ્યમાં રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ અને અધિકારીઓ કેન્દ્ર સરકારના બેંક મર્જર કરવાના નિર્ણય સામે તેમજ ભારત સરકારના બેંકિંગ રેગ્યુલેશન એક્ટમાં સુધારા બાબતે વિરોધ કરવા રેલી યોજી હતી અને સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. અમદાવાદમાં લાલદરવાજા ખાતે બેંકના કર્મચારીઓએ દેખાવો કર્યાં હતાં.

16 અને 17 ડિસેમ્બરના રોજ દેશ અને રાજ્યની તમામ રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ અધિકારીઓ હડતાળ પાડી પોતાની કામગીરીથી દૂર રહેશે. કારણકે કે કેન્દ્ર સરકાર સંસદના શિયાળુ સત્રમાં બેન્કિંગ સેક્ટરમાં એક મહત્ત્વનો સુધારો કરવા જઈ રહી છે. જેમાં બેન્કિંગ રેગ્યુલેશન એકટમાં રાષ્ટ્રીયકૃત બેન્કમાં સરકારી મૂડી 51% થી ઘટાડી રહી છે. જેના કારણે બેંકોનું સંચાલન ખાનગી માલિકી થઈ જવાની આશંકા બેંક યુનિયન વ્યક્ત કરી રહ્યું છે. આ મામલે લાલ દરવાજા ખાતે બેંકના કર્મચારીઓએ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી વિરોધ નોંધાવ્યો છે.

સરકારના ખાનગીકરણના વિરોધમાં UFBUએ હડતાળની જાહેરાત કરી…

સરકારના ખાનગીકરણના વિરોધમાં UFBUએ હડતાળની જાહેરાત કરી છે. UFBU હેઠળ બેંકોનાં 9 યુનિયન આવે છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ શુક્રવારે કહ્યું કે યુએફબીયુ દ્ધારા બોલાવવામાં આવેલી 16 અને 17 ડિસેમ્બરની બે દિવસીય હડતાળથી બેન્કના સામાન્ય કામકાજ પર અસર પડી શકે છે. ભારતીય બેન્ક સંઘ દ્ધારા સૂચિત કરવામાં આવ્યું હતું કે યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સે હડતાળની નોટિસ આપી છે. યુબીએફયુના યુનિયનના અન્ય સભ્ય યુનિયન જેવા કે AIBEA, AIBOC, NCBE, AIBOA, BEFI, INBEF અને INBOC એનસીબીઇ, એઆઇબીઓએ, BEFI, INBEF અને INBOCએ પોતાની માંગોના સમર્થનમાં 16 અને 17 ડિસેમ્બરના રોજ દેશવ્યાપી બેન્ક હડતાળ પર જવાનો પ્રસ્તાવ મુક્યો છે. એસબીઆઇએ કહ્યું કે તેમના હડતાળ દરમિયાન પોતાની બ્રાન્ચમાં સામાન્ય કામકાજ સુનિશ્વિત કરવા માટે આવશ્યક વ્યવસ્થા કરી છે.

સરકારી બેંકોમાં નહીં થઈ શકે આ કામ

ભારતીય સ્ટેટ બેંક (SBi) સહિત મોટાભાગની બેંકોએ પહેલેથી જ પોતાના ગ્રાહકોને સૂચિત કર્યું છે કે હડતાળના કારણે ચેક ક્લિયરન્સ અને ફંડ ટ્રાન્સફર જેવી બેંકિંગ સુવિધાઓ પ્રભાવિત રહી શકે છે. બે દિવસની હડતાળ બાદ 19મીએ રવિવારના કારણે બેંક બંધ રહેશે. આવામાં બેંક ગ્રાહકોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર્સ કોન્ફેડરેશનના જનરલ સેક્રેટરી સંજય દાસે કહ્યું કે જો સરકાર પોતાના નિર્ણયમાં ફેરફાર કરતી નથી તો તે આગળ પણ અલગ અલગ રીતે વિરોધ નોંધાવશે. સરકારનો ખાનગીકરણનો નિર્ણય ગ્રામીણ અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડશે.

કેન્દ્ર સરકારે બજેટમાં રજુ કર્યો હતો પ્રસ્તાવ

અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકારે બજેટ 2021-22માં આ વર્ષ દરમિયાન જાહેર ક્ષેત્રની બે બેંકોના ખાનગીકરણનો પ્રસ્તાવ રજુ કર્યો હતો. સરકારે તેની તૈયારી પણ શરૂ કરી દીધી છે. કહેવાય છે કે સરકાર સંસદના શિયાળુ સત્રમાં બેંકિંગ કાયદા સંશોધક વિધેયક લાવવાની તૈયારીમાં છે. 

 11 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી