આ પોલીસકર્મીઓએ ખાખી વર્દી પર લગાવ્યો દાગ…!

અમદાવાદ-રાજકોટમાં પોલીસની દાદાગીરી, પ્રજાજનો પર જમાવી રહ્યા છે રોફ

થોડાક દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોલીસ જવાનોને સિંઘમ ન બનવા અપીલ કરી હતી. પરંતુ ગુજરાત પોલીસ વડાપ્રધાનની અપીલને અવગણના કરી રહી છે. કેટલાક પોલીસકર્મીઓ ખાખી વર્દીને ડાઘ લગાવવાનું કામ કરી રહ્યા છે. રાજ્યમાં દિવસેને દિવસે પોલીસની દાદાગીરી વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ રક્ષણ કરવાને બદલે પ્રજાનું ભક્ષણ કરતી હોય તેવી ઘટનાઓ અવારનવાર બનતી હે છે. ત્યારે વધુ ત્રણ ઘટના બે અમદાવાદ શહેર તેમજ એક રાજકોટના જેતપુરમાંથી સામે આવી છે.

અમદાવાદમાં કોરોનાનાં કેસ વધી રહ્યા હોવાના મામલે ટી સ્ટોલ બંધ કરવાના ખોટા મેસેજ બહાર પડતા પોલીસ હરકતમાં આવી હતી. લોક લોકડાઉનમાં લોકોને હેરાન કરી લાખો રૂપિયા પડાવ્યા બાદ ફરી લોક ડાઉનની અફવા ફેલાતા વેપારીઓ પાસે પૈસા પડાવવા માસૂમ લોકોને માર મારી ખુલ્લી દાદાગીરી કરતા નજરે ચડ્યા છે.

લોકડાઉનની ખોટી અફવા બાદ સરદારનગર પોલીસના પોલીસ કર્મીચારી ટી સ્ટોલ પર ચા પીવા ગયા બાદ પોલીસે ટી સ્ટોલ અને એક મજૂરને જાહેરમાં ફાઈબરના દંડે દંડે ફટકાર્યા હતા. પોલીસની આ દાદાગીરી કેમેરામાં કેદ થઈ છે. તો બીજી તરફ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે જેમાં એક પોલીસકર્મી યુવાનને બે રહેમી પૂર્વક માર મારી રહ્યો છે.

આનંદનગરમાં ટ્રાફિક પોલીસની દાદાગીરી

અમદાવાદમાં આનંદનગર ખાતે ટ્રાફિક પોલીસને દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે. ટ્રાફિક પોલીસે એક ફ્રૂટના વેપારીને માર માર્યો હતો. વેપાર કરતા ફ્રૂટના વેપારીઓ પાસેથી પોલીસ દરરોજ 500 રૂપિયા માંગે છે. યુવા વેપારીએ પૈસા આપવાનો ઇન્કાર કરતા આવેશમાં આવેલા ટ્રાફિકના ચાર જેટલા પોલીસકર્મીઓએ યુવકને માર માર્યોનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સામે આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે વેપારીની લારીમાંથી ફ્રૂટ પણ રસ્તા પર ઢોળી દેવામાં આવ્યા છે.

જણાવી દઇએ હમણાં ચાર દિવસ પહેલા ACBએ લાંચ લેતા રંગે હાથ ત્રણ પોલીસકર્મીઓને ઝડપી પડ્યા હતા. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસકર્મીઓ પોલીસકર્મીઓએ ટામેટાનું વેચાણ કરવા દેવા માટે વેપારી પાસેથી 100 રૂપિયાની લાંચ માંગી હતી.

જેતપુર પોલીસની ગુંડાગર્દી

આ તરફ રાજકોટના જેતપુર પોલીસની વધુ એક ગુંડાગીરી સામે આવી છે. જેમાં પોલીસે એક શખ્સને માર મારતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પીડિત યુવક જેતપુર નાગરપાલિકાના પ્રમુખનો સંબંધી હોવાનું માલુમ પડ્યું છે. યુવકને ડૉક્ટર સાથે સામાન્ય બાબતમાં બોલાચાલી થઈ હતી. એવી પણ માહિતી મળી છે કે પીડિત યુવકે તાજેતરમાં જ કોરોનાને મ્હાત આપી હતી. પોલીસે યુવક પાસેથી પાંચ લાખ રૂપિયા માંગ્યાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે.

 163 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર