અમદાવાદમાં CCTV કેમેરાથી શહેર પર રખાઈ રહી છે બાજ નજર

શહેરભરમાં લગાવાયેલા 4000 કેમેરા ગતિવિધિ પર રાખશે બાજ નજર

અમદાવાદમાં દિવસે ને દિવસે હત્યા, લૂંટ જેવા અપરાધોને કાબૂમાં લાવવા હવે 4 હજારથી વધુ સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ગુનાખોરીને કાબૂમાં લાવવા સીસીટીવી કેમેરાથી બાજ નજર રાખવામાં આવશે.

ચોર, લૂંટારા, આતંકીઓ, અસામાજિક તત્વો પોતાના નાપાક મનસૂબા પૂરા કરવા માટે અમદાવાદીઓને નુકસાન પહોંચાડવા પ્રયાસ કરતા હોય છે. ત્યારે અમદાવાદ કોમ્યુનિલ રાયોટ્સ પણ ભૂતકાળમાં જોઈ ચૂક્યું છે, ત્યારે અમદાવાદ શહેર પોલીસ ગુનેગારોની કોઈ પણ ગતિવિધિ પર નજર રાખવાનું મન મક્કમ કર્યું છે. ભૂતકાળ અને અત્યાર સુધીમાં અમદાવાદીઓ કોઈ પણ ગુનામાં સ્વજનો કે પોતાનો કિંમતી માલ સમાન ગુમાવવાનો વારો આવ્યો છે, ત્યારે આવી તમામ ઘટનાને હવે અમદાવાદ શહેર પોલીસ પહેલેથી રોકી શકશે અથવા ઘટના ઘટયા બાદ ગુનેગારોને સીસીટીવી કેમેરાના આધારે તાત્કાલિક પકડી લેશે.

હાલ અમદાવાદ શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અત્યાર સુધી 1400 કેમેરા સક્રિય હતા. અલગ અલગ જગ્યાએ ત્યારે હવે અમદાવાદ શહેર તેમજ અમદાવાદના પ્રવેશ કરવા અને બહાર નીકળવાના રસ્તા સહિતની જગ્યાઓ પર 2800 કેમેરા બીજા લગાડવામાં આવશે. એટલે કે કુલ 4 હજાર સીસીટીવી કેમેરા અમદાવાદમાં લગાવાશે. જે ગુનેગારો પર બાજ નજર રાખશે. 

શહેર પોલીસની ત્રીજી આંખ તૈયાર – સેક્ટર-2 જેસીપી ગૌતમ પરમાર

આ વિશે અમદાવાદ શહેર પોલીસના સેક્ટર-2 જેસીપી ગૌતમ પરમારે જણાવ્યું કે, અમદાવાદ શહેર પોલીસની ત્રીજી આંખ તૈયાર થઈ રહી છે. આ ત્રીજી આંખ એટલે કે સીસીટીવી કેમેરા લગાડવા માટે અમદાવાદ શહેર પોલીસે પ્રોજેક્ટ હાથ ધર્યો છે. જેમાં અમદાવાદના અલગ અલગ 1400 પોઇન્ટ નક્કી કરવામાં આવ્યા છે, જે પોઇન્ટમાં જાહેર રોડ, જાહેર જગ્યા, નામચીન ખરીદીની બજારો, આંગડિયા બજાર, ગાર્ડન, ભીડભાડવાળી જગ્યા, મંદિરો, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને અમદાવાદના મુખ્ય ચાર રસ્તા સહિત અમદાવાદમાં પ્રવેશ કરવાના માર્ગ અને અમદાવાદમાંથી બહાર નીકળવાના માર્ગ પર આ ખાસ ટેકનોલોજીવાળા કેમેરા નજર રાખશે. 

અલગ અલગ ચાર પ્રકારના સીસીટીવી લગાડવામાં આવશે

અમદાવાદ શહેરમાં સીસીટીવી લગાડવા માટે એક સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. જેમાં શહેર પોલીસના 10 પીએસઆઈને પસંદ કરવામાં આવ્યા છે. આ ટીમ હાલ શહેરમાં ક્યાં ક્યાં સીસીટીવી લગાવવા પર સરવે કરી રહી છે. આ કેમેરાની ખાસિયતોની જો વાત કરવામાં આવે તો, અલગ અલગ ચાર પ્રકારના સીસીટીવી લગાડવામાં આવશે, જેમાં ફિક્સ કેમરા, rlvd રેડલાઇટ વાયોલેશ ડિટેક્શન કેચ કેમેરા, anpr ઓટોમેટિક નંબર પ્લેટ રેકેગઝેશબ કેમેરા, pti કેમેરા જે 360 ડિગ્રી મુવમેન્ટ આપે છે. આ કેમેરાનું મોનિટરિંગ શહેર પોલીસના ઝોન ડીસીપી અને કન્ટ્રોલ રૂમ દ્વારા કરવામાં આવશે. 

 22 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી