અમદાવાદ : મહાવીરનગરમાં ગંદકીનું સામ્રાજ્ય : રોગચાળો વકરવાની ભિતી, છતાં તંત્ર ઘોર નિદ્રામાં

આર્દશ એપાર્ટમેન્ટમાં ભાજપ કોર્પોરેટરના ઘર સામે જ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું, અનેક રજૂઆત છતાં કોઇ નિવારણ નહીં આવતા સ્થાનિકોમાં રોષ

અમદાવાદ શહેરના ભાઇપુરા- હાટકેશ્વર વોર્ડમાં વિસ્તારમાં મહાવીરનગરમાં આવેલ આર્દશ એપાર્ટમેન્ટમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે જેના કારણે રોગચાળો ફટી નીકળે તેવી પરિસ્થિતી છે. પાઇપ લાઈન તૂટી જવાથી ગંદકી પેદા થવાના કારણે આજુબાજુની સોસાયટીઓમાં રહેતાં પરીવારો ત્રાહીમામ્ પોકારી ઉઠયા છે.  પાલિકાની બેદરકારીના લીધે નગરજનોમાં રોષ ફેલાયો છે, કોરોના મહામારી જેવા માહોલ વચ્ચે ભયંકર રોગચાળો પેદા થવાના કારણે વહીવટી તંત્ર સામે ઉગ્ર રોષ ફેલાયો છે.

એવી પણ માહિતી મળી રહી છે કે ભાજપના કોર્પોરટ સુધાબેન સાગરની ઘરની સામે જ આ ગંદીકી ફેલાઇ છે. છતાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. બે વખત ફરિયાદ બાદ પણ હજૂ સુધી કોઇ નિવારણ આવ્યું નથી. આજે મહાપર્વ છઠના દિવસે ગંદકીનું સામ્રાજ્ય જોઇ મહિલાઓની આસ્થાની પર લાગણી દુભાઇ હોય તેવું સ્પષ્ટ ચિત્ર જોવા મળ્યું હતુ. અહીં પથરાયેલી ગંદકીની બાજુમાં મજબૂરીમાં મહિલાઓએ છઠ પૂજા કરી હતી. છતાં કોર્પોરેટરના પેટનું પાણી હલતું નથી.

સ્વચ્છ ભારતની વાતો કરતી સરકારના દાવા મહાવીરનગરમાં આર્દશ સોસાયટીમાં પોકળ સાબિત થયા છે. ખૂદ ભાજપના જ કોર્પોરેટરના ઘરની સામે જ આવી પરિસ્થિતિ સર્જાઇ છે. તેમ છતા હજૂ નિંદરમાં છે. પાઇપ લાઇન તૂટી જવાના કારણે આ વિસ્તારમાં ભયાનક ગંદકી જોવા મળી રહી છે. જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકો ત્રાહીમામ્ પોકારી ઉઠયા છે. આ અંગે રહીશોએ અનેકવાર જવાબદાર અધિકારીઓને મરામત કરવા રજુઆતો કરવામાં આવી છે. પરંતુ આજદીન સુધી કોઇ કાર્યવાહી થવા પામી નથી.

જ્યારે અંગે નેટડાકિયા ન્યુઝ દ્રારા અધિકારી સાથે વાત કરવામાં આવી તો તાત્કાલિક કામ પાર પાડવા તેમજ ગંદકી દૂર કરવા જણાવ્યું હતું. અધિકારીએ કોરોના તેમજ દિવાળી તહેવારને કારણે લેબર વર્કર રજા પર હોવાનો દાવો કર્યો હતો.

નોંધનિય છે કે, નગર પાલિકાના બાબૂઓ કામ કરવામાં નિષ્ફ્ળ ગયા છે. અહીં વધુ રોગચાળો ફેલાય એ પહેલા સ્થાનિક કોર્પોરેટર તેમજ AMC તંત્ર ઉંઘમાંથી જાગે અને તાત્કાલિક દવા છંટકાવ, સાફ્ સફાઈ જેવી કામગીરી હાથ ધરવામાં આવે એવી માંગ ઉઠી છે.

 157 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર