ઓસ્ટ્રેલિયામાં સરકાર અને ગૂગલ આમને – સામને, ગૂગલે આપી ધમકી

સરકાર કહે છે કે, મીડિયા સામગ્રીના ઉપયોગ બદલ ગૂગલે આપવું જોઇએ વળતર

ઓસ્ટ્રેલિયા સરકાર અને ગૂગલ વચ્ચે ટકરાવની પરિસ્થિતિ સર્જાઇ ગઇ છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને એવો નિર્ણય કર્યો છે કે, ગૂગલ દ્વારા ઓસ્ટ્રેલિયાના મીડિયાની જે સામગ્રી ફોટા વગેરેનો ઉપયોગ ગુગલ કરે છે તે બદલ ગૂગલ તેનું વળતર કેલ મહેતાણું આપવવું પડશે. તેણી સામે ગુગલ દ્વારા એવી ધમકી આપવામાં આવી છે કે જો તેણે ફરજ પાડવામાં આવશે તો ઓસ્ટ્રેલિયામાં ગુગલ સર્ચ એન્જિન બંધ કરી દેવામાં આવશે. અલબત્ત વડાપ્રધાન મોરિસને એમ કહ્યું કે તેઓ આવી ધમકીથી ડરી જવાના નથી.

મામલો એવો છે કે, આલ્ફાબેટ ઇન્કની કંપની ગૂગલ દ્વારા દુનિયાભરમાં મીડિયાના ફોટા સામગ્રી, સમાચાર વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. ઓસ્ટ્રેલિયા મીડિયાએ સરકારમાં રજૂઆત કરી કે, ગૂગલ તેમણી જે સામગ્રી વાપરશે. તેનું વળતર મળવું જોઇએ. ઓસ્ટ્રેલિયાની સરકારે આ અંગે કાયદો બનાવ્યો છે. જેનો ગૂગલે વિરોધ કર્યો છે. ઓસ્ટ્રેલિયામાં 19 મિલિયમ લોકો ગૂગલનો ઉપયોગ કરે છે.

જો આ સામગ્રીનું વળતર આપવાનું થાય તો ગૂગલે કરોડો ડોલર ચુકવવા પડે. ગૂગલે ઓસ્ટ્રેલિયાની સરકારને એવી ચિમકી આપી છે કે જો તેણે ફરજ પાડવામાં આવશે તો તે ઓસ્ટ્રેલિયામાં તેનું સર્ચ ઓન્જિન ઠપ કરી દેશે. એક રીતે જો તા ગૂગલ અને ઓસ્ટ્રેલિયાની સરકાર વચ્ચે ઘર્ષણની પરિસ્થિતી પેદા થઇ ગઇ છે.

 26 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર