જામનગર : બાલંભા ગામમાં સેવાના બહાને આશ્રમના મહંતે મહિલા પર આચર્યું દુષ્કર્મ

 ઉદાસીન આશ્રમના મહંતે મહિલા પર બળાત્કાર ગુજાર્યો 

જામનગરમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. આશ્રમના એક મહંતે સેવાના બહાને મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. બાલંભા ગામના ઉદાસીન આશ્રમમાં સેવા કરતી મહિલાએ મહંત સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. તો બીજી તરફ ઉદાસીન આશ્રમના મહંત સામે ફરિયાદ થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

જોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, ગત 6 ફેબ્રુઆરીના રોજ ઉદાસીન આશ્રમના મહંત હરીદાસે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાને મંદિરની સેવામાં બોલાવ્યા હતા અને બપોરના સમયે આશ્રમમાં બળાત્કાર ગુજાર્યો હતો.

ફરિયાદમાં મહિલાએ જણાવ્યુ છે કે, 6 ફેબ્રુઆરીએ મહંતે મારી ઉપર દુષ્કર્મ આચર્યુ હતું. મંદિરની સેવામાં હતા ત્યારે મહંતે ભરબપોરે આશ્રમમાં દુષ્કર્મ આચર્યુ હતું. જોડીયા પોલીસ સ્ટેશન સમક્ષ આ મહિલાએ ફરીયાદ કરી છે.

મહિલાની ફરીયાદના આધારે જોડીયા પોલીસ સ્ટેશન દ્વારા ઉદાસીન આશ્રમના મહંત હરીદાસબાપુ સામે 376(1), 506(2) સહિતની કલમ મુજબ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 91 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર