‘રિસાણા તો કંઇ હાથમાં નહીં આવે..’ – CM ભૂપેન્દ્ર પટેલ

નારાજ નેતા-કાર્યકર્તાઓને મુખ્યમંત્રીનું આડકતરી રીતે સૂચન

બનાસકાંઠામાં CM ભૂપેન્દ્ર પટેલ આંતરિક નારાજગીને લઈ નિવેદન આપતા કહ્યું છે કે રિસાયેલા ભૂખ્યા રહે અને બાકીના ખાઇ-પીને આનંદ કરે તે કરતાં વિવાદો છોડી માત્ર પક્ષ માટે કામે લાગો

ભાજપમાં આંતરિક જુથવાદ અને વિવાદ ચૂંટણી ટાણે અંદરખાને ચરમસીમાએ હોય છે. સ્થાનિક ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે નારાજ નેતા-કાર્યકર્તાઓને આડકતરી રીતે સૂચન કરી ચેતવ્યા છે. અને વિવાદો ભૂલી પક્ષના કામે લાગવા આહવાન કર્યું છે.

ગત રોજ બનાસકાંઠામાં સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલે આંતરિક નારાજગીને લઈ મહત્વનું સૂચન આપ્યું છે. ભાજપના નારાજ નેતાઓને સંદેશ આપતા કહ્યું છે કે રિસાણા તો કંઇ હાથમાં નહીં આવે, તમને ખબર છે કે મોટા કુટુંબમાં રહેતા હોય ત્યારે જે રિસાય તે ભૂખ્યો રહે એટલે રિસાયેલા ભૂખ્યા રહે અને બાકીના ખાઇ-પીને આનંદ કરે એવું ન કરો તેનાથી તમને વધુ નુકસાન થશે. એના કરતાં બધા વિવાદો છોડી માત્ર પક્ષ માટે કામે લાગો..

 25 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી