બાપુનગરમાં સસરાએ વહુને બાથમાં લઇ છાતી પર હાથ નાંખી…

ધમકી આપતા કહ્યું – એક વાર તારી સાથે સુઈ જવા દે..

શહેરના બાપુનગર વિસ્તારમાં સસરાએ વહુ પર દાનત બગાડી એકલતાનો લાભ લઇ બાથમાં લઇ છાતી પર હાથ નાખી સાડી ખેચી જબરજસ્તી કરી લાજ લૂંટવાની કોશિશ કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આ મામલે બાપુનગર પોલીસે સસરા વિરુધ્ધ ગુણો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બાપુનગર વિસ્તારમાં 34 વર્ષીય મહિલા તેના પતિ,સાસુ અને સસરા સાથે રહે છે. સોમવારે સવારના સમયે પતિ નોકરી પર ગયા હતા અને સાસુ ઉપરના રૂમમાં સુતા હતા ત્યારે મહિલા રસોડામાં કામ કરતી હતી તે દરમિયાન સસરા પાછળથી આવ્યા અને મહિલાને બાથમાં પકડીને શારીરીક અપડલા કરવા લાગ્યા હતા. એટલુ જ નહીં મહિલાની સાડી ઉતારવાનો પ્રયાસ કરતા હતા.

ત્યારે મહિલા પ્રતિકાર કરતા સસરાએ ધમકી આપતા જણાવ્યું હતું કે,એક વાર તારી સાથે સુઈ જવા દે અને જો તું મારુ કીધુ નહી કરે તો તને બદનામ કરી નાખીશ અને જો કોઈને આ અંગેની જાણ કરીશ તો જાનથી મારી નાખીશ. ત્યારબાદ ડરી ગયેલી મહિલાએ બુમા બૂમ કરતા સસરા દોડીને ઘરની બહાર જતા રહ્યા હતા. બીજી બાજુ સાસુ તેમના રૂમમાંથી આવ્યા ત્યારે મહિલાએ તમામ જાણ કરી હતી.

બાદમાં મહિલાએ તેના સસરાના વિરુદ્ધમાં બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે શારીરીક છેડતી, ધાકધમકી સહીતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

 107 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર