બંગાળમાં- ખેલા હોબે..દો મઇ..દીદી ફિર આઈ…! મમતાની હેટ્રીકની તૈયારીઓ..

બપોર સુધીમાં રૂઝાન મુજબ ટીએમસીને 207 અને ભાજપને 80ની આસપાસ..

પ. બંગાળમાં વિધાનસભાની 292 બેઠકોના પરિણામના વલણ કે રૂઝાન પરથી રાજકિય ચિત્ર એવુ બની રહ્યું છે કે ખેલા હોબે..કહીને ચૂંટણીમાં ભાજપને પડકાર ફેંકનાર ટીએમસીના સુપ્રિમો અને સીએમ મમતાદીદીની પાર્ટીને 207 બેઠકો મળી રહી છે. જયારે ભાજપને 80 જેટલી બેઠકો મળી રહી છે. તમામ રૂઝાનમાં જણાય છે કે બંગાળમાં મમતાદીદી ત્રીજી વાર સરકાર બનાવીને હેટ્રીક તરફ આગળ વધી રહ્યાં છે. તો કોઇએ ભાજપને 65 બેઠો મળી રહી હોવાનો દાવો કર્યો છે. નોંધનીય છે કે ભાજપે બંગાળમાં દીદીને હરાવવા માટે કોઇ કસર બાકી રાખી નહોતી. પરંતુ તેમ છતાં ભાજપની બેઠકો, રાજકિય નિરીક્ષકોના મતે 90થી ઉપર જતી જણાતી નથી. બંગાળ જીત્યા બાદ મમતાદીદી હવે રાષ્ટ્રીય રાજકારણમાં પદાર્પણ કરે તો નવાઇ નહીં.

મમતાદીદીના રાજકિય સલાહકાર પ્રશાંતકિસોરે એવું તારણ જાહેર કર્યું હતું કે બંગાળમાં ભાજપ 100ના આંકડા સુધી પણ પહોંચી શકે તેમ નથી. અને રૂઝાનમાં એવુ જણાઇ રહ્યું છે.

1972થી અત્યાર સુધી વીતેલા 49 વર્ષમાં બંગાળમાં આ 11મી ચૂંટણી છે અને જે પાર્ટી જીતી રહી છે, તેનો 200+ સીટોનો ટ્રેન્ડ યથાવત્ છે. તૃણમૂલે 2016માં 211 અને 2011માં 228 સીટો જીતી હતી. એ પહેલા 7 વાર સતત લેફ્ટે ચૂંટણી જીતી. માત્ર એકવાર 2001માં લેફ્ટને 196 સીટો મળી. બાકી ચૂંટણીઓમાં તે હંમેશા 200 સીટોથી ઉપર રહી છે.

બંગાળ પછી આસામના પરિણામો પર સૌની નજર છે. અહીં શરૂઆતના 2 કલાકના વલણોમાં ભાજપા+ બહુમતીનો આંકડો પાર કરીને 68 સીટો પર પહોંચી ગઈ. જ્યારે કેરળમાં સત્તાધારી લેફ્ટને આસાનીથી બહુમતી મળતી દેખાય છે. જ્યારે તમિલનાડુમાં અનુમાન યોગ્ય સાબિત થતું જોવા મળી રહ્યું છે. અહીં દ્રમુક+એ શરૂઆતના 2 કલાકના વલણોમાં જ બહુમતીની 118 સીટોનો આંકડો પાર કરી લીધો છે. પુડુચેરીમાં ભાજપા+ અને કોંગ્રેસ+માં શરૂઆતમાં જોરદારની ટક્કર દેખાઈ, પરંતુ પછી ભાજપા+ આગળ નીકળી ગઈ છે.

 20 ,  1