September 23, 2020
September 23, 2020

ભાવનગરમાં નિવૃત્ત DYSP નાં પુત્રએ પત્ની, બે પુત્રીને ગોળી મારી આપઘાત કર્યો

મિત્રો અને સગા સબંધીઓને મેસેજ મળતા તેઓ પૃથ્વીરાજસિંહના ઘરે પહોંચ્યા તે વખતે તેઓની તથા પરિવારની લાશ જોવા મળી હતી

નિવૃત DYSPના પૂત્રએ પત્ની-દીકરીઓ સાથે સામૂહિક આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. શહેરના વિજયરાજ નગરમાં આજે ઘટેલી ઘટનાના પગલે ચકચાર મચી ગઈ છે. વિજયરાજનગર માં સામુહિક આપઘાતનો બનાવ બન્યો છે. રિટાયર્ડ ડીવાયએસપી ના પુત્ર એ કર્યો રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના વિજયરાજનગર વિસ્તારમાં નીવૃત ડીવાયએસપી નરેન્દ્રસિંહ.બી જાડેજાના પુત્ર પુથ્વીરાજસિંહ ઉર્ફે પદયુમનસિંહ ઉર્ફે પદુભા નરેન્દ્રસિંહ જાડેજા (ઉં.વ.36)એ બુધવારે મોડી સાંજે લગભગ 5-34 મીનીટે તેમના મિત્રો તથા સગા-વ્હાલાઓને મોબાઇલમા મેસેજ કરી પોતે પોતાના પરિવાર સાથે શ્યુસાઇડ કરે છે.

ઘરના બારણા ખુલ્લા છે તેવો મેસેજ વાયરલ કરી બંગલામા ઉપરના માળે રહેલ તેમના મોટી દીકરી નંદીનીબા (ઉ.વ.15 ) તથા નાની દીકરી યશસ્વીબા (ઉ.વ.11) ને માથાના ભાગે ગોળી મારી પછી મકાનના નીચેના ભાગે આવી તેમના પત્નિ બીનાબા (ઉ.વ.આશરે 33 ) ને પણ માથાના ભાગે ગોળી મારી નજીકના બેડરૂમની પાછળ રહેલા પોતાના પાલતુ કુતરા ડોગી ને પણ ગોળી મારી તમામની હત્યા કરી પોતે હોલમા સોફા પર બેસી લમણે ગોળી મારી દેતા તમામના મોત નીપજયા હતા.

દરમ્યાન મિત્રો અને સગા સબંધીઓને મેસેજ મળતા તેઓ પૃથ્વીરાજસિંહના ઘરે પહોંચ્યા તે વખતે તેઓની તથા પરિવારની લાશ જોવા મળી હતી.બનાવ અંગે પોલીસને જાણ થતા ભાવનગર એસ.પી.,એ.એસ.પી.તથા પ્રોબેશનલ ડીવાયએસપી, એ.ડીવીજન પી.આઇ., એલસીબી, સહીતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહો઼ચ્યો હતો. અને એફ.એસ.એલ ટીમે પણ સ્થળ પર પહોંચી ફીંગર પ્રિન્ટ સહીતની કાર્યવાહી હાથ ધરી હતી.

ભાવનગર ખાતે અગાઉ પોલીસ સબ ઇન્સપેકટર તરીકે ફરજ બજાવી બાદમા ડીવાયએસપીની પોસ્ટ સુધી પહોંચેલા નિવૃત ડીવાયએસપી નરેન્દ્રસિંહ.બી. જાડેજાનુ મુળ વતન કાલાવાડ તાલુકાનુ કાલ મેઘડા ગામ છે. અને તેઓ ઘણા સમયથી પોતાના વતનમા રહેતા હતા.તેઓએ રાષ્ટ્રપતિ ચંદ્રક એવોર્ડ પણ મેળવેલ છે.

 25 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર