ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથના પી.એસ.આઈ,કોન્સ્ટેબલ લાંચની રકમ સ્વીકારતા ઝડપાયા તો બે હોમગાર્ડની ભૂમિકા બાબતે તપાસ ચાલુ છે.
ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના PSI એન.એસ.ગોહિલ અને તેના રાઇટર કોન્સ્ટેબલ આબાદ એસી.બી ના છટકામાં સપડાયા છે પ્રાપ્ત વિગતો અનુસાર જાહેર સુલેહ શાંતિના એક ચેપટર કેસમાં પંદર હજાર રૂપિયાની માંગણી આરોપી પાસે કરી હતી ત્યારે આ લાંચની રકમ સ્વીકારતા રંગે હાથે ઝડપાતા પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે ત્યારે આ છટકામાં બે હોમગાર્ડની ભૂમિકા પણ હોવાની ચર્ચાઓ ઉઠી છે ત્યારે આ હોમગાર્ડ જવાનો બાબતે તપાસ ચાલુ હોવાનું જણાવાયું છે ત્યારે પોલીસના સકંજામાં પોલીસ ફસાઈ છે ત્યારે લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.
એસીબીના છટકા દરમિયાન ફરિયાદી પાસેથી 15 હજારની લાંચ માંગનાર પીએસઆઈ એન.એસ.ગોહિલ તેમજ તેમનો રાઈટર સાગર મગનભાઈ દેશાઇ બંને જણા રંગે હાથે ઝડપાઇ ગયા હતા. તેમજ બે હોમગાર્ડની પણ લાંચના પ્રકરણમાં સંડોવણી સામે આવી હતી. જો કે, એસીબીએ જણાવ્યું હતું એક અનિલ શાંતિભાઈ ગાયકવાડ નામનો હોમગાર્ડ હોવાનુ સામે આવતાં તેને બોલાવી પીએસઆઇ સહિત ત્રણ સામે કાર્યવાહી શરૂ કરી છે. અને અન્ય એક હોમગાર્ડની ભૂમિકા બાબતે તપાસ ચાલું હોવાનું જણાવ્યું હતું.
47 , 1