ચાંદખેડામાં પાડોશી યુવક ઘરમાં ઘુસી ‘અભયમ’માં કામ કરતી યુવતીની કરી છેડતી

એકલતાનો લાભ લઇ ઘરમાં ઘુસી લાજ લેવાનો કર્યો હતો પ્રયાસ, બુમાબુમ કરતા આરોપી ભાગી ગયો

અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં છેડતી ઘટના સામે આવી છે. એકલતાનો લાભ લઇ આરોપી ઘરમાં ધુસી આવી યુવતીની લાજ લોવાનો પ્રયાસ કર્યો હતો. જો કે યુવતીએ બુમાબુમ કરતા આરોપી ભાગી ગયો હતો. હાલ આ મામલે ચાંદખેડા પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ફરિયાદ મુજબ, ચાંદખેડા વિસ્તારમાં આવેલા બંગ્લોઝમાં પરિવાર સાથે રહેતી, ‘અભયમ’ હેલ્પલાઈન 181માં કામ કરતી 34 વર્ષીય યુવતી ઘરમાં એકલી હતી. એકલતાનો લાભ લઇ પાડોશી યુવકે ઘરમાં ઘુસી તેની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ બૂમાબૂમ કરતા યુવક પાછળના દરવાજેથી નાસી ગયો હતો.

પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ઘરના સભ્યો દિવાળીને લઇ વતનમાં ગયા હતા. યુવતીની તબિયત સારી ન હોવાથી હાલ તે રજા પર હોવાથી ઘરે હતી. દિવાળી આવતી હોવાથી યુવતીના માતા-પિતા વતનમાં ઘરની સફાઈ અને અન્ય કામથી ગયા હતા. ઘરે ભાઈ અને બહેન એકલા જ રહેતા હતા.

ગુરુવારે સવારે યુવતીનો ભાઈ નોકરી ગયો હતો અને યુવતી ઘરે એકલી હતી. સાંજે 7 વાગ્યાની આસપાસ યુવતી રૂમમાં પૂજાપાઠ કરવા બેઠી હતી. દરમ્યાનમાં અવાજ આવતા તેને એવો એહસાસ થયો હતો કે ભાઈ આવ્યો છે. જેથી તેણે ભાઈના નામે બૂમ પાડી હતી પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો.

જેથી ઉભા થઇને જોવા જતાં બાજુમાં રહેતો પરેશ નામનો યુવક ઘરમાં ઘુસી આવ્યો હતો. ઘરમાં કેમ આવ્યા છે? કહેતા જ તું મારી વાત સાંભળ કહી લાજ લૂંટવાના ઇરાદે યુવક આગળ આવતા યુવતીએ બુમાબુમ કરી હતી. જેથી આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને તેનો ભાઈ પણ આવી ગયો હતો. દરમિયાન યુવક પાછળના દરવાજેથી ફરાર થઈ ગયો હતો. ત્યારપછી આ મામલે પોલીસને જાણ કરતા ચાંદખેડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 91 ,  2