અમદાવાદ : ચાંદખેડામાં વીડિયો ઉતારનાર વિકૃત આધેડની યુવતીઓએ કરી ધોલાઇ

‘યુવતીઓએ પોતાની રક્ષા જાતે જ કરવી પડશે..’ યુવતીઓએ મનચલા આધેડને ધોઈ નાખ્યો

અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં કેટલીક યુવતીઓ રણચંડી બની એક વિકૃત શખ્સની બરાબરની પિટાઇ કરી અધમુઓ કરી નાખ્યો હતા. આધેડે યુવતીઓનો વીડિયો બનાવી રહ્યો હતો, આ દરમિયાન એક યુવતીની નજર પડતા, મોબાઇલ ચેક કર્યો હતો. જેમાં બે વીડિયો મળી આવતા યુવતીઓએ બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો. બાદમાં બહાદુર યુવતીઓએ આરોપીને પોલીસને હવાલે કર્યો હતો.

ઘટનાની વિગત મુજબ, જગતપુર રોડ પર આવેલ સેવી સ્વરાજ આકાંશા ફ્લેટ નજીક આધેડ વયનો પુરુષ યુવતીનો વીડિયો બનાવી હોવાની જાણ યુવતીઓને થઈ હતી. ફરિયાદી યુવતીનો આરોપ છે કે તેને આધેડ નો મોબાઈલ લઈને તેમાં તપાસ કરતા તેઓનો વીડિયો મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આસપાસની યુવતીઓ એકઠી થઈને આધેડને માર માર્યો હતો.

એક યુવતીના જણાવ્યું મુજબ, જ્યારે તેઓ શાકભાજી લેવા માટે ઉભા હતા ત્યારે એક ભાઇ નજીકમાં ઉભા હતા. તેમના ફોનની ફ્લેશ લાઇટ ચાલું હતી. યુવતીને શંકા ગઈ કે તે વીડિયો કે ફોટો લઈ રહ્યો છે. આ દરમિયાન યુવતીએ આરોપી પાસે મોબાઇલ માગ્યો, આપવાની મનાઇ કરી, ફોન ન આપ્યો એટલે યુવતીએ ફોન ઝૂંટવી લીધો અને ચેક કર્યો તો વીડિયો નીકળ્યો હતો.

આ બનાવમાં યુવતીઓ આધેડની ધોલાઈ કર્યા બાદમાં પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવતીની ફરિયાદ નોંધીને આરોપી ની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. આરોપી જયેશ પટેલ એ.સી રિપેરીંગ નું કામ કરે છે અને CTM ચાર રસ્તા પાસે રહેતો હોવાનું જાણવા મળ્યું છે.

 133 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર