ચીનમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું

અસંખ્ય ફ્લાઈટો રદ્, શાળા-કોલેજો બંધ

ભારત સહિત વિશ્વના દેશોમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે. કોરોના વાયરસનું એપીસેન્ટર ચીનમાં કોરોનાએ ફરીથી માથું ઊંચકતા ફફડાટ ફેલાયો છે. સરકારે તુરંત ફ્લાઈટ્સ રદ કરી દીધી હતી અને શાળા-કોલેજો તાકીદની અસરથી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. તે ઉપરાંત સામુહિક પરીક્ષણો શરૂ કર્યા છે અને લોકોને બહાર ન નીકળવાની અપીલ પણ કરી છે. કોરોનાના ફેલાવા પાછળ વિદેશી પ્રવાસીઓ જવાબદાર હોવાનું પણ ચીને કહ્યું હતું.

ચીનના ઉત્તર અને પશ્વિમી પ્રાંતોમાં કોરોનાના કેસોની સંખ્યા વધી ગઈ હતી. છેલ્લાં પાંચ દિવસથી કોરોનાના કેસમાં વધારો થતાં ચીને ફ્લાઈટો રદ્ કરી દીધી હતી. શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો અને લોકોનું પરીક્ષણ શરૂ કર્યું છે. ઝિયાન અને લેન્ઝાઉના એરપોર્ટની ૬૦ ટકા ફ્લાઈટ્સ રદ્ થઈ હતી. તે ઉપરાંત પર્યટન સ્થળો, સિનેમાગૃહ સહિતનું બંધ કરવામાં આવ્યું હતું. લાંઝૂઓમાં પ્રવાસીઓ આવ્યા પછી કોરોના ફેલાયો હતો. આ શહેરની વસતિ ૪૦ લાખ જેટલી છે. આખા શહેરમાં બહાર ન નીકળવાની તાકીદ કરવામાં આવી છે અને હળવા નિયંત્રણો પણ લગાવી દેવામાં આવ્યા છે.

બીજી બાજુ રશિયામાં કોરોનાના નવા કેસો અને કોરોના મરણાંક સતત વધવાને પગલે મોસ્કોના મેયર સર્ગેઇ સોબ્યાનિને મોસ્કોમાં સંખ્યાબંધ નિયંત્રણો લાદવાની જાહેરાત કરી હતી. ૨૮ ઓક્ટોબરથી ૭ નવેમ્બર સુધી તમામ રેસ્ટોરાં, કાફે, જિમ, મૂવી અને અન્ય મનોરંજન સ્થળો બંધ રાખવામાં આવશે. સંગ્રહાલયો, થિયેટર અને અન્ય સ્થળોએ કોરોનાની રસી લીધી હોવાનો ડિજિટલ કોડ ધરાવનારને જ પ્રવેશ આપવામાં આવશે.

મેયર સોબ્યાનિને તેમના બ્લોગમાં જણાવ્યું હતું કે મોસ્કોમાં હાલત સૌથી ખરાબ બની રહી છે. રાજધાનીમાં કોરોનાના કેસોની સંખ્યા સર્વાધિક છે. રશિયાના પ્રમુખ પુતિને પણ ૩૦ ઓક્ટોબરથી એક પખવાડિયા માટે કામમાંથી મુક્તિ આપવાના વિચારનેેે ટેકો જાહેર કર્યો હતો. બીજી તરફ કોરોના મહામારી ફેલાઇ તેને બે વર્ષ થઇ જવા છતાં તેનું રહસ્ય હજી અકબંધ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા-હૂએ કોરોના વાઇરસની ઉત્પતિ કેવી રીતે થઇ તે જાણવા માટે સાયન્ટિફિક એડવાઇઝરી ગુ્રપ ફોર ઓરિજિનની રચના કરી છે. કોરોના વાઇરસની ઉત્પતિનું રહસ્ય ખોલવાની આ આખરી તક મનાય છે. ઘાતક કોરોના વાઇરસે ૪૯ લાખ કરતાં વધારે લોકોના જીવ લીધા છે અને હાલ કોરોનાના ૨૪ કરોડ કેસો નોંધાયેલા છે.

બીજી બીજુ જ્યાંથી કોરોના વાયરસનું સર્જન થયું ચીનમાં ફરી કોરોના ફાટી નીકળવાના કારણે ત્યાંની સરકારે 100 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી દીધી છે અને શાળાઓ બંધ કરી દીધી છે. આ સાથે, કોરોનાની તપાસ મોટા પાયે વધી છે. એવું કહેવાય છે કે પ્રવાસીઓના સમૂહમાં વૃદ્ધ દંપતીને કારણે કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે.

 25 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી