ડભોઇમાં લગ્નની લાલચ આપી વિધર્મી યુવકે યુવતી પર આચર્યું દુષ્કર્મ, ફરિયાદ નોંધાતા આરોપી ફરાર

પોલીસે દુષ્કર્મી આરોપીને વોન્ટેડ જાહેર કરીને તેની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં

વડોદરાના ડભોઇમાં લવજેહાદનો મામલો સામે આવ્યો છે. લગ્નની લાલચ આપી એક વિધર્મી યુવકે યુવતી પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યો હોવાની ફરિયાદ સામે આવી છે. આ મામલે પોલીસે પોસ્કો સહિત કલમ હેઠળ આરોપી સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા જિલ્લાના ડભોઇ રેલવે સ્ટેશન સામે આવેલા દેસાઇ યાર્ડમાં સોહિલ લતીફખાન પઠાણ રહે છે. તેને હિન્દુ પરિવારની સગીર યુવતીને લગ્નની લાલચ આપીને પોતાની માયાજાળમાં ફસાવી હતી. હવસખોર સોહિલ પઠાણ સગીરાને લગ્નની લાલચ આપીને નશાબંધી વિભાગના ખંડેર થઇ ગયેલા મકાનમાં બોલાવતો હતો અને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતો હતો. અવારનવાર સગીરાને સોહિલ પઠાણને લગ્ન કરવા માટે જણાવતી હતી, પરંતુ સોહિલ કોઈ ને કોઈ બહાનું કાઢીને સગીરાની વાતને ટાળી દેતો હતો અને પોતાની વાસના સંતોષ્યા બાદ ધાકધમકી આપીને રવાના કરી દેતો હતો.

પોતાની સાથે સાહિલે દગો કર્યો હોવાનો વિશ્વાસ થતાં તેણે પોતાના પરિવારને જાણ કરી હતી. દરમિયાન પિતાએ ડભોઇ પોલીસ સ્ટેશનમાં જઇ સોહિલ પઠાણ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોસ્કો સહિત કલમ સાથે સોહિલ પઠાણ સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

સોહિલ પઠાણ સામે ફરિયાદ નોંધાતાં સોહિલ ફરાર થઇ ગયો છે. પોલીસે સોહિલ પઠાણને વોન્ટેડ જાહેર કરીને તેની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં છે. આ બનાવે ડભોઇ રેલવે સ્ટેશન વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મૂકી છે. સ્થાનિક લોકો દ્વારા સોહિલ પઠાણ સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરાઈ છે.

 61 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર