September 23, 2021
September 23, 2021

દહેગામમાં ભરબજારે યુવકને ધારિયા વડે રહેંશી નાખતા ચકચાર

ઘાતક હુમલો કરનાર આરોપીની અટકાયત, હુમલામાં ઘાયલ યુવક સારવાર હેઠળ

ગાંધીનગર જિલ્લાના દહેગામમાં હત્યાની કોશિશની સનસની ઘટના સામે આવી છે. ભર બજારમાં એક શખ્સે યુવકને ધારિયા વડે રહેંશી નાખતા લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. તો ઘટનાની જાણ થતાં દહેગામ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસમાં લાગી ગઇ હતી. યુવક હાલ સારવાર હેઠળ છે, તો બીજી તરફ આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે.

સુત્રોથી મળતી માહિતી મુજબ, દહેગામ શહેરમાં બસસ્ટેન્ડ નજીક જૂની અદાવતને લઈ બે રિક્ષાચાલકો વચ્ચે ઝઘડો તથા મામલો ઉગ્ર બન્યો હતો. જેમાં રિક્ષાચાલક અલ્પાફ શેખે ધારિયા વડે જગદીશ નામના યુવક પર હુમલો કર્યો હતો. હુમલામાં જગદીશ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તો બીજી તરફ લોકોમાં ફફરાટ ફેલાઇ ગયો હતો, ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગંભીર હાલતમાં યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ મામલે પોલીસે હુમલો કરનાર યુવકની અટકાયત કરી લેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ હુમલામાં ઘાયલ યુવક સારવાર હેઠળ છે, તો બીજી તરફ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 2,555 ,  6