દમણમાં સ્પોર્ટ્સ બાઈક ચોરને ગણતરીના જ કલાકોમાં ઝડપી પાડ્યો

સ્પોર્ટસ બાઇક સાથે ચોરને મહારાષ્ટ્રના નાશિકમાંથી ઝડપી પાડયો

દમણમાં એક જિમની બહારથી ચોરાયેલી કિંમતી સ્પોર્ટ્સ બાઈકના મામલામાં દમણ પોલીસે ગણતરીના કલાકોમાં જ ચોરાયેલી સ્પોર્ટસ બાઇક સાથે ચોરને મહારાષ્ટ્રના નાશિક પેઠમાંથી ઝડપી પાડયો છે.

દમણમાં એક જિમની બહાર પાર્ક કરાયેલી એક કિંમતી સ્પોર્ટસ બાઇકની ચોરીની ફરિયાદ દમણ પોલીસ સ્ટેશને નોંધાઈ હતી. દમણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર સોહેલ જીવાની અને તેમની ટીમે બાઈક ચોરીની તપાસ હાથ ધરી હતી.

નાની દમણમાં રહેતા શિજુ રાજુએ દમણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ દમણ સ્થિત 45 ફિટનેસ જીમમાં પોતાની કેટીએમ ડ્યુક સ્પોર્ટ્સ બાઇક લઇને ગયા હતા. જીમની નજીક પોતાની બાઇક પાર્ક કરીને તેઓ જીમમાં ગયા અને થોડા સમયમાં પાછા આવ્યા ત્યારે પોતાની બાઇક જોવા મળી ન હતી. આથી તેમણે બાઇક ચોરી અંગે નાની દમણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના પગલે પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ કરતા એક યુવક બાઇકની ચોરી કરતા નજરે પડ્યો હતો.

બાઇક ચોરી કરનાર યુવકની ફૂટેજને આધારે ઓળખ કરીને દમણ પોલીસ મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના પેઠ ગામમાં રહેતા આરોપી સુરજ શેખર જોધલ સુધી પહોંચી હતી. સુરજની ધરપકડ કરીને ચોરીની બાઇક પણ કબજે કરી હતી. બાઇક ચોરીના આરોપી સુરજ જોધલેને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી