September 23, 2020
September 23, 2020

દિલ્હીમાં હવસખોરે દાદીની ઉંમરની વૃદ્ધા સાથે આચર્યું દુષ્કર્મ

લિફ્ટ આપવાના બહાને જંગલમાં લઇ જઇ નરાધમે વૃદ્ધા પર આચર્યું કુકર્મ

દિલ્હીમાં ક્રૂરતાની તમામ હદો વટાવી દેનારી ઘટના બની. એક 86 વર્ષીય વૃદ્ધાને માર મારીને તેની સાથે દુષ્કર્મ આચરવાની શરમજનક ઘટના બની છે. આ મામલે પોલીસે એક નરાધમની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ, દિલ્હીના છાવલા વિસ્તારમાં સોનુ નામના આરોપીએ લિફ્ટ આપવા બહાને દાદીની ઉંમરની વૃદ્ધાને જંગલમાં લઇ ગયો હતો. જ્યાં તેને વૃદ્ધા પર બળાત્કાર આચર્યો હતો.

મહિલા પોતાના ગામથી બીજા ગામ જઇ રહી હતી. ત્યારે આરોપીએ મહિલાને છોડવાને બહાને લિફ્ટ આપી અને રસ્તામાં 2 કિલોમીટર સુધી સુમસામ રસ્તો હતો. તેનો ફાયદો ઉઠાવતાં 86 વર્ષની બુજુર્ગ મહિલા સાથે રેપ જેવી ઘટનાને અંજામ આપ્યો. આરોપીની ઉંમર 33 વર્ષ છે. અને તે દિલ્હીના રેવલા ખાન પુરનો રહેવાસી છે. 

આરોપીએ વૃદ્ધા સાથે જબરજસ્તી કરી દુષ્કર્મ આચર્યું હતું. વૃદ્ધાએ આરોપીના ચુંગલમાંથી છુટવા ઘણા પ્રયત્નો કર્યા હતા. છતાં નિષ્ફળ રહી હતી. તો બીજી તરફ મહિલાની બૂમો સાંભળી આજુબાજૂના લોકો મદદે દોડી આવ્યા હતા. અને આરોપીને રંગે હાથ પકડી લેવામાં આવ્યો. ત્યારબાદ પોલીસને સૂચના આપવામાં આવી.

પોલીસના અનુસાર આરોપી દારૂના નશામાં હતા. આ કેસમાં પોલીસે કેસ દાખલ કરી આરોપીને આઇપીસી કલમ 376 અને 363 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાએ માણસાઇને શર્મસાર કરી દીધી છે. દાદીને ઉંમરની વૃધ્ધ મહિલા સાથે આ ઘટનાએ આખા સમાજને હચમચાવી દીધો છે. 

 67 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર