દિલ્હીમાં પેટ્રોલે પ્રથમ વાર સેન્ચુરી ફટકારી

આજે ફરી ઈંઘણના ભાવમાં વધારો ઝીંકાયો

દેશમાં પેટ્રોલ અને ડીઝલમાં સતત વધી રહેલા ભાવે આમ આદમીની કમર તોડી નાખી છે. આજે ફરી ઈંઘણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીએ પેટ્રોલની કિંમતમાં 35 પૈસા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં 23 પૈસા પ્રતિ લીટર વધારો છે. જેને પગલે દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રથમ વાર પેટ્રોલની કિંમત 100 રુપિયા પ્રતિ લીટરને પાર પહોંચી ગઈ છે.

દિલ્હીમાં હવે એક લીટર પેટ્રોલનો ભાવ 100.21 રુપિયા જ્યારે ડીઝલ 89.53 રુપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. દિલ્હી સિવાય પશ્ચિમ મંહાળી રાજધાની કોલકાતામાં પણ પેટ્રોલનો ભાવ 100 રુપિયા પારને પાર કરી ગયો છે. આ અગાઉ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર. કર્ણાટક, આંધ્રપ્રદેશ, કેરલ સહિતના 10થી વધુ રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 રુપિયા પ્રતિ લીટર પાર છે.

નોંધનીય છે કે, દરરોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલની ભાવમાં ફેરફાર થાય છે અને નવા ભાવ લાગૂ થઈ જાય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેના ભાવ બે ગણા થઈ જાય છે. વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડના ભાવ શુ છે. આ આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. આ માપદંડોના આધાર પર પેટ્રોલ રેટ અને ડીઝલના રેટ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે. ડીલર પેટ્રોલ પંપ ચલાવનારા લોકો છે. તે પોતાને રિટેલ કિંમતો પર ઉપભોક્તાઓને અંતમાં ટેક્સ અને પોતાના માર્જિનને જોડ્યા બાદ પેટ્રોલ વેચે છે. પેટ્રોલ – ડીઝલમાં આ કોસ્ટ પણ જોડાઈ જાય છે.

 12 ,  1