મોદી સરકારના રાજમાં પાંચ વર્ષમાં મકાનની કિંમત 7 ટકા વધી અને વેચાણ 28 ટકા ઘટયું

દેશના સાત મુખ્ય શહેરો જેવા કે, દિલ્હી – NCR, મુંબઈ, ચેન્નાઇ, કોલકાતા, બેંગ્લોર, હૈદરાબાદ અને પુણેમાં છેલ્લા ૫ વર્ષ દરમિયાન ઘરોની કિંમતમાં ૭ ટકાનો વધારો નોંધાયો છે, જયારે મકાનોનું વેચાણ ૨૮ ટકા ઘટ્યું છે. આ સમયગાળા દરમિયાન બનાવવામાં આવેલ મકાનોની સંખ્યામાં ૬૪ ટકાનો ઘટાડો થયો છે. તેમ બ્રોકરેજ કંપની એનારોકની એક રિપોર્ટમાં કહેવાયું છે .

વર્તમાન સરકારના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન રિયલ એસ્ટેટ સેકટરના પ્રદર્શનના વિશ્લેષણના આધારે એનારોકનાં સ્થાપક અને અધ્યક્ષ અનુજ પુરીએ જણાવ્યું હતું કે આ સમય દરમિયાન રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ઘણા સુધારા કરવામાં આવ્યા છે તેમજ ભારતીય રિયલ એસ્ટેટ સેકટરની છબી સુધારવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે રેરા, નોટબંધી અને GST અમલમાં આવતાં શરૂઆતમાં સમસ્યાઓ સામનો કરવો પડ્યો હતો જો કે લાંબા સમયગાળે તેનો ફાયદો જોવા મળ્યો છે.

 115 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી