ગઢચિરોલીમાં C-60 કમાન્ડોએ 26 નક્સલીઓને ફૂંકી માર્યા

મહારાષ્ટ્રમાં નક્સલવાદીઓ સામે મોટી કાર્યવાહી

મહારાષ્ટ્ર પોલીસના C-60 કમાન્ડોએ દેશમાં લાલ આંતકનો પર્યાય બનેલા નકસલીઓને કમરતોડ ફટકો માર્યો છે. C-60 કમાન્ડોએ 12 કલાકના મહા ઓપરેશનમાં ઓછામાં ઓછા 26 નકસલીઓને ફૂંકી માર્યા છે. રાજ્યના ગઢચિરોલી જિલ્લામાં વહેલી સવારે 7 વાગ્યે C-60 કમાન્ડોએ નકસલીઓને ઠેકાણે પાડવાનું ઓપરેશન ચાલું કર્યું હતું જે સાંજના 7 સુધી ચાલ્યું હતું અને તેમાં 26 નકસલીઓ માર્યા ગયા હતા.

કોટગુલ-ગ્યારાપતી ફોરેસ્ટમાં નકસલીઓ છુપાયો હોવાની બાતમી મળતા C-60 કમાન્ડો સાબદા થયા હતા અને આખા વિસ્તારની ઘેરાબંધી કરીને ધડાધડ ગોળીબાર શરુ કરી દીધો હતો. છુપાયેલા આતંકીઓને નાસવાની કે ગોળીબાર કરવાની પણ તક ન મળી. C-60 કમાન્ડોએ અણધાર્યો હુમલો કરતા નકસલીઓને બચવાની તક ન મળી પરિણામે મોટી સંખ્યામાં ખુવારી થઈ હતી.

મહારાષ્ટ્ર પોલીસની સી-60 સ્કવોડે આ મોટું ઓપરેશન હાથ ધર્યું છે. 1990માં નક્સલી હિંસાને પહોંચી વળવા માટે સી-60 ની ટુકડીની રચના કરવામાં આવી હતી. તાજેતરમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પણ સી60 કમાન્ડો સુઓ-રેની ક્રેક કમાન્ડો તરીકે પ્રશંસા કરી હતી. પોલીસે એન્કાઉન્ટરમાં અનેક નક્સલવાદી શિબિરો તોડી પાડી છે. ગઢચિરોલી જિલ્લાના કોર્ચી તાલુકાના અગિયારબત્તી, કોટગુલ વિસ્તારના જંગલમાં નક્સલવાદીઓએ પડાવ નાખ્યો હોવાની પોલીસને જાણ થઈ હતી.

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી