ગાંઘીનગરમાં દારૂના નશામાં ઝૂમવા લાગી ભેંસો

ભેંસોએ પી લીધો પાણીમાં મિક્સ થયેલો દારૂ

ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે તેમ છતાં રાજ્યમાં લાખો રુપિયાનો દારૂ વેચાઈ રહ્યો છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ભેંસો દારૂના નશામાં ધુત છે તેવા સમાચાર મળતા પોલિસે ભેંસના માલિકે વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે ગમાણ પર દરોડા પાડ્યા હતા જેમાં દારૂની 100થી વધુ બોટલો જપ્ત કરી હતી.

નશામાં રહેલી ભેંસ અહીં અને ત્યાં બેકાબૂ ચાલવા લાગી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગાંધીનગરમાં તબેલો ચલાવતા એક શખ્સે પાણીમાં દારૂની બોટલો છુપાવી રાખી હતી. આ તળાવના પાણીમાં બોટલો ખુલ્લી ગઈ હતી જેના પગલે આ સમય દરમ્યાન અહીંયા જે પણ ભેંસ પાણી પીવા માટે આવી હતી, તે બધાએ દારૂ સાથે ભળેલું પાણી પીધું હતું પરિણામે પાણી પીધા પછી ઘણી ભેંસ બેકાબૂ બની ગઈ.

ઘણી ભેંસો બેકાબુ થઈને કુદવા લાગી કારણકે તે દારૂના નશામાં ધૂત હતી. દારૂની અસરથી બે ભેંસો બીમાર થઇ ગઈ હતી. ભેંસોની એટલી ખરાબ હાલત જોઈને માલિકે પશુઓના ડૉક્ટરને બોલાવ્યો હતો. ડૉક્ટર જયારે તબેલામાં પહોંચ્યો ત્યારે હવાડામાં પાણીનો કલર જોઈને તે ચોંકી ગયો. કારણકે પાણીનો કલર બદલાયેલો હતો અને તેમાંથી ખરાબ સ્મેલ આવી રહી હતી. જયારે તબેલાના માલિકને પાણીના બદલાયેલા રંગ વિષે પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે, વૃક્ષના પાંદડાઓ અને છોડ પાણીમાં પડી જવાથી તેવું બન્યું છે.

 31 ,  1