ઘોઘંબામાં કાતિલ પતિએ પત્નીને ઉતારી દીધી મોતને ઘાટ

આડાસંબંધના વહેમમાં પતિએ પત્નીને દોરડા વડે ફાંસો આપી કરી હત્યા

પંચમહાલ જિલ્લાના ઘોઘંબામાં હત્યાની ઘટના સામે આવી છે. આડાસંબંધના શંકામાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ મામલે રાજગઢ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિગત મુજબ, ઘોઘંબાના તરિયાવેરી ગામમાં પરિણીતાની હત્યાથી ખળભળાટ મચી ગયો છે. 6 વર્ષ અગાઉ બંનેએ પ્રેમલગ્ન કર્યા હતા. ત્યારે બીજી પત્ની લાવવાની ઈચ્છા થતા પત્ની પર આડા સંબધોનો આક્ષેપ કરી અવારનવાર ઝઘડા પતિ કર્યા કરતો હતો. દરમિયાન રાત્રીના સમયે ખાટલા ઉપર નિંદર માણી રહેલ પત્નીને દોરડી વડે ગળે ફાંસો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ મામલે રાજગઢ પોલીસે ગુન્હો દાખલ કરી હત્યારા પતિની ધરપકડ કરી છે. 

 23 ,  1